Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગાંધીધામના કીડાણાના તળાવમાં યુવતીની લાશ પછી યુવકની મળેલી લાશે સર્જયું રહસ્ય

ભૂજ, તા. ૧૦:  ગાંધીધામના કીડાણા ગામે આજે સવારે તળાવમાં એક યુવાનની લાશ મળી આવી હતી. લાશને પગલે તળાવ પાસે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.

હજી ગઈકાલે જ આ તળાવમાંથી ૧૮ વર્ષીય યુવતી ગોમતીબેન કોળીની લાશ મળી આવી હતી. યુવતી પછી યુવાનની એજ તળાવમાંથી મળેલી લાશે તર્કવીતર્ક સાથે રહસ્ય સજર્યું છે.

મૃતક યુવક કીર્તિ ગોવિંદ પાતારીયા અને તે અંજારના દૂધઇ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બન્ને લાશની પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરીને મૃત્યુનું કારણ હત્યા છે કે આત્મહત્યા એ અંગેની તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)