Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગોંડલઃ ઘરેલું હિંસાનો ભોગ બનેલ પરિણિતાને ભરણ પોષણ-ભાડુ-સ્ત્રીધન ચુકવવા હુકમ

ગોંડલ તા. ૧૦: ગોંડલના દીપલબેન જયંતીભાઇ મંડલી એ અમરેલી સ્થિત કેતનભાઇ રમણીકભાઇ રાજયગુરૂ તેમજ સાસુ-સસરા, નણંદ-નણંદોયા વિરૂદ્ધ માનસિક-શારીરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી અને મકાન ભાડુ, માસિક ભરણપોષણ તેમજ સ્ત્રીધન પરત ફરવા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે અંગેનો કેસ અત્રેની ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ રાવલની કોર્ટમાં ચાલી જતાં અદાલતે ડોમેસ્ટિક વાયોલન્સ અંગે હુકમ ફરમાવી પરણિતાને રૂપિયા ૧૮રપ૦૦ તેમજ દર મહિને ભાડા અને ખોરાકની ચુકવવા હુકમ કર્યો હતો દિપાલીબેનના એડવોકેટ તરીકે એસ.પી. ભંડેરી રોકાયા હતા.

(11:40 am IST)