Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કચ્છ જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ: શૈક્ષણિક કાર્ય બંધ કરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રોષ

પોલીસે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી

કચ્છ જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ કોલેજો બંધ કરાવી હતી. તેમણે બળજબરી કોલેજોમાં ઘુસી શૈક્ષણિક કાર્ય બંધ કરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો.

 ઓલ્ફ્રેડ સ્કુલ પાસે પોલીસે દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. ભુજમાં પણ છઠ્ઠી બારી, એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં કોંગી કાર્યકરો દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.પોલીસે  કચ્છ જિલ્લા કોંગ્રેસ  પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.

--- 

(9:44 pm IST)