Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટઃ ૨૪ ઉમેદવારો મેદાનમાં: ૨ બિનહરીફ

સાવરકુંડલા તા.૧૦: તારીખ ૧૮-૯-૨૦૧૮ના રોજ યોજાનારપી માર્કેટયાર્ડની ચુંટણી માટે ખેડુત પેનલની ૮ સીટ માટે કુલ ૨૦ ફોર્મ ભરાયા હતા અને વેપારી વીભાગની ૪ બેઠક માટે ૧૫ ફોર્મ ભરાયા હતા અને ખરીદ્ય વેચાણ સંઘની ૨ સીટની માટે માત્ર ૨ ફોર્મ ભરાતા બે બન્ને સીટ બીન હરીફ થવા પામેલ છે. અને આજે ફોર્મ ખેંચવાના અંતીમ દીવસે ખેડુત વિભાગમાંથી માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન બાબુભાઇ પાટીદાર, મહેશભાઇ જયાણી, રમેશભાઇ જયાણી, દેવજીભાઇ સોડવડીયા, વેપારી પેનલમાંથી આરીફ મીઠાણી, કીશોર નથવાણી, મનુભાઇ પોપટ, સહીતના ૬ વ્યકિત ફોર્મ ખેંચતા આજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવા પામેલ છે. એટલે દીપકભાઇ માલાણી જુથના ખેડુત વિભાગમાંથી ૮  વેપારી વીભાગમાંથી ૪ એવીજ રીતે કાળુભાઇ વિરાણીની પેનલમાંથી ખેડુત વિભાગ ૮ અને વેપારી વીભાગમાંથીજ તેમ ૨૪ ઉમેદવાર વચ્ચે ચુંટણી જંગ જામવાની વાત નિમિત પણે જણાય રહી છે. અત્રે ઉલેખ્નીયએ વાતનું છે કે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ૨૦ વર્ષ સુધી રહેલા અને વર્તમાન ચેરમેન બાબુભાઈ પાટીદારને કોઈ પેનલમાં સમાવેશ કરવામાં ન આવ્યો તેમજ પોતે પણ પેનલના બનાવી શકતા અને અપક્ષ ભરેલ ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ઘણી આશ્ચર્યજનક અને નવીનતા પામવા જેવી વાત ગણાય. દિપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચેનો આ ચૂંટણી જંગ કે ત્રીજી વખત જામશે. આ આગળની માર્કેટ યાર્ડની ચૂંટણીમાં દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચે ખેલાયેલ તેવી જ રીતે ૨૦૦૭માં વિરાણી અને માલાણીની વચ્ચે વિધાનસભાની ચૂંટણી પણ સામ સામે લડયા હતા. તેઓ ચૂંટણી લડવાનો ફરી માલાણી અને વિરાણી એમ બે 'ણી' વચ્ચે આ માર્કેટયાર્ડની ચૂંટણી જંગ ખેલાવાની વાત નિશ્ચિત જણાય છે. આ ચૂંટણી જંગમાં કઈ 'ણી' તેજ સાબિત થાય છે તે તો આવતા દિવસોમાં જ ખબર પડશે ? તે વાત હવે દૂર નથી.

(4:52 pm IST)