Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઉપલેટા : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો પાછો ખેંચવા ખેડૂતોની માંગણી

ઉપલેટા તા.૧૦ : ઉપલેટા તાલુકાના જૂદા જૂદા સંસ્થાના આગેવાનોએ તેમજ ખેડૂતોએ આક્રોશ વ્યકત કરીને જણાવેલ છે કે, આજે દિવસે ને દિવસે પેટ્રોલ તથા ડિઝલના ભાવો વધી રહ્યા છે ત્યારે સરકારે આ ભાવવધારો અટકાવી ભાવ વધારો પાછો ખેંચવો જોઇએ.કોંગ્રેસની જયારે કેન્દ્રમાં સરકાર હતી ત્યારે ભાજપ અવાર નવાર સરકાર સામે જોરદાર આંદોલનો કરતા ત્યારે આજે કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ભાવો ઘટવા જોઇએ તેના બદલે આજે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોચેલ છે તથા મોંઘવારીએ માઝા મૂકેલ છે. ગઢાળાના ખેડૂત સરપંચ નારણભાઇ આહિરે જણાવેલ હતુ કે, સરકાર પેટ્રોલ ડીઝલના ટેકસ નાબુદ કરવા જોઇએ જેથી પેટ્રોલના ભાવ રૂ.૫૦ જેવા થઇ શકે તેમ છે. આજે પેટ્રોલ તથા ડીઝલ જીવન જરૂરીયાત જેવી વસ્તુ થઇ ગયેલ છે. જેથી આવા કાળજાળ ભાવ પાછા ખેંચાવા જોઇએ તેવી લોકમાંગણી ઉપલેટા તાલુકામાંથી ઉઠેલ છે.(૪૫.૪)

(12:23 pm IST)