Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

દેવભુમિ દ્વારકા જિ.ના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ

પ્રજાના રક્ષકમાં ૧૦૦ ટકા શારીરિક ફીટનેસ જરૂરીઃ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં દરરોજ પ૦-૫૦ કર્મચારીઓનું નિદાનનું લક્ષ્યાંક

ખંભાળિયા તા.૧૦: પ્રજાના જાનમાલના રક્ષણ માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાયમ કરવા સતત કાર્યરત રહેતા પોલીસ અધિકારીશ્રો/ કર્મચારીશ્રીઓ શારીરિક સ્વચ્છ અને સશકત રહે તે માટે સતત કાળજી રાખતા નવનિયુકત નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ પ્રેરણા અને મહે. પોલીસ અધિક્ષક રોહન આનંદ, મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સુચના મુજબ તા. ૭ થી તા. ૧-૧૦-૨૦૧૮ ના ક.૯ થી ક.૧૩ સુધી જનરલ હોસ્પિટલ, જામ ખંભાળિયા ખાતે દરરોજના પ૦ જેટલા પોલીસ અધિકારીશ્રો/ કર્મચારીશ્રીઓનું મેડિકલ તપાસણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.પ્રથમ દિવસેે જ મહે. પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા હેઠળની તમામ શાખાના પોલીસ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રોઓનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ જેમાં સોં પ્રથમ જનલર હોસ્પિટલ જામ ખંભાળિયાના ડોકટરશ્રીઓનું પુષ્પ ગુચ્છથી પોલીસ અધિકારીશ્રોઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું અને ઇન્ચા. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સા., નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગોહિલ, આર.કે. પટેલ તથા પોલીસ ઇન્સપેકટર કે.જી.ઝાલાએ મેડિકલ તપાસણી કરાવી સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકયો હતો. તમામ શાખાના કુલ ૮૦ પોલીસ અધિકારીશ્રોઓ /કર્મચારીશ્રીઓ/ મહિલા કર્મચારીશ્રીઓએ લાભ લીધેલ હતો.

આ કેમ્પમાં જનરલ હોસ્પિટલના ડો. શ્રી કેતનભાઇ જોશી સી.ડી.એમ.ઓ., ડો. શ્રી સત્જીત રાજન -મેડિકલ ઓફીસર તથા જુદા-જુદા વિભાગના સર્જન ડોકટરશ્રીઓ દ્વારા લોહી-પેશાબ, ડાયાબીટીસ, વજન, ઉંચાઇ, આંખ, કાન, ગળું, દાંત બ્લડ પ્રેશર વિગેરે દર્દો અંગેની તપાસણી કરવામાં આવેલ હતી અને ડાયાબીટીસ માટે લોહીની તપાસણી ભુખ્યા પેટે કરવાની થતી હોય જેથી લોહીની તપાસ થય ગયા બાદ તમામ માટે નાસ્તો-ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

 મેડિકલ તપાસણી કેમ્પને સફળ બનાવવા માટે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટર કે.જી. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.બી. ગોહિલ, એ.ડી. પરમાર તથા પોલીસ હેેડ કોન્સ. દેવશીભાઇ ગોજિયા, મહંમદભાઇ બ્લોચ, નાગડાભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, ઇરફાનભાઇ ખીરા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. જેસલસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ગઢવી તથા લખમણભાઇ આંબલીયા, ભીખાભાઇ ગાગીયા વિગેરે સ્ટાફનાઓ દ્વારા જહેમત ઉઠાવેલ છે.(૧.૨)

(12:23 pm IST)