Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વઢવાણ પંથકની પરિણિતાના આપઘાત કેસમાં આરોપી પતિની જામીન અરજી રદ

વઢવાણ તા. ૧૦: વઢવાણના વેલાળાની પરિણીતા ભાવનાબેન રાઠોડની લાશ ૧પમી જુલાઇએ પાણીના સમ્પમાંથી મળતા ભાવના તેમનાભાઇ દેવજીભાઇએ સાસરિયાઓ સામે તેમની બહેનને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જેલમાં રહેલા પતિ નરેશભાઇ એ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજુર કરી છે.

મુળીના વેલાળા (ધ્રા.) માં રહેતા અને છુટક મજુરી કરી જીવન ગુજારતા નાગરભાઇ રાઠોડના પુત્ર નરેશ ઉર્ફે નથુભાઇ રાઠોડે છ મહિના પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કોઢની ભાવનાબેન સાથે પ્રેમ સંબંધ થતા કોર્ટમાં લગ્ન કર્યા હતા. જેમાં ૧પ જુલાઇએ વેલાળા ગામના પાણીના સમ્પમાંથી ભાવનાબેનની લાશ મળી હતી. પોતાની બહેન ભાવનાબેન સાસરીયાઓ દ્વારા મળતા ત્રાસથી આપઘાત કર્યો હોવાની મૃતકના ભાઇ દેવજીભાઇએ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પતિ નરેશભાઇ રાઠોડ સસરા નાગરભાઇ સાસુ હીરાબેન અને ભાભી ભાવનાબેન જયંતીભાઇની ધરપકડ કરી હતી.

આ કેસમાં હાઇકોર્ટ સાસુ સસરા અને ભાભીને જામીન પર મુકત કર્યા હતા. બાદમાં જેલમાં રહેલા નરેશભાઇએ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ આર. બી. રાઓલની દલીલોને ધ્યાને લઇ સુરેન્દ્રનગર એડિશનલ સેસન્સ જજ એચ. બી. પાનેરા એ લગ્ન જીવનના છ મહિનાની અંદર પરિણીતાનું અકુદરતી રીતે મોત થયું હોવાથી આરોપી પતિને જામીન મુકત કરવા ઉચીત ન હોવાનું જણાવી અરજદાર નરેશ ઉર્ફે નથુભાઇ નાગરભાઇ રાઠોડની જામીન અરજી નામંજુર કરી હતી. (૭.૧૬)

(12:15 pm IST)