Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વડિયામાં કોંગ્રેસે બંધનું એલાન આપ્યું તો ચેમ્બર - ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લુ રાખવા આહ્વાન

વડિયા તા. ૧૦ : વડીયામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ વડિયા શહેર કોંગ્રેસે આપ્યું ગામ બંધનું એલાન તો બીજી તરફ વડિયા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અને વડિયા ગ્રામ પંચાયત દ્વારા શહેર ખુલ્લું રાખવાનું આહવાન કરાયું.

આ તકે સવારે રાબેતા મુજબ વેપારીઓ પોતપોતાના ધંધા શરૂ કરેલ ત્યારે કોંગ્રેસના આગેવાન ધર્મેન્દ્ર પાનસૂરિયા, દિલીપ શીંગાળા, ભીખુ વોરા સહિતના વડિયા ગામ જબરજસ્તીથી બંધ કરાવવા નીકળેલા તેવા સમયે સામે થી વડિયા સરપંચપતિ છગનભાઇ ઢોલરીયા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મિતુલ ગણાત્રા અને ભરત વઘાસિયા વેપારીઓની રોજી રોટી રાબેતા મુજબ શરૂ રાખવા નિકળ્યા. આ સમયે કોંગ્રેસ અને ચેમ્બર્સ તેમજ સરપંચપતિ સહિતનાઓ આવ્યા આમને સામને બંને વચ્ચે થોડીવાર માટે ચકમક જરી આ સમાચાર વાયુવેગે પ્રસરતા તાત્કાલિક વડિયા મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચી ટોળાને વેર વિખેર કરવાના પ્રયાસો આજોતા વેપારીઓ ના મનમા કચવાટ ચાલી રહ્યો છે કે એકતરફ બંધ એકતરફ ખુલ્લું આ બંને વચ્ચે અમારે શુ કરવાનું ધંધા શરૂ રાખવા કે બંધ રાખવા તે સમજાતું નથી. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઇ, વડીયા)

(12:05 pm IST)