Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમરેલીમાં નાના મોટા ૨૦૦ તાજીયા

આશુરાના દિવસે એકાબીજાએ માફી માંગી અને રાત્રીના તાજીયા ઠંડા કર્યાઃ અમરેલીઃ આશુરાના  દિવસે ગમ સાથે ઇમામે હુશેનની યાદમાં બનાવામાં આવેલ તાજીયા ઠંડા કરવામાં આવેલ હતા અમરેલીમાં અંદાજે નાના મોટા ૨૦૦ જેટલા તાજીયા બનાવામાં આવેલ હતા  રાત્રીના તાજીયા ઠંડા કરવામાં આવેલ હતા,ગઈકાલે સાંજે તાજીયા પડમાં આવ્યા બાદ રાત્રીના ગમે હુશેનની યાદમાં સલાતો સલામ સાથે તાજીયા ઠંડા કરવામાં આવેલ હતા. ૧૦ મી મહોરમના દિવસે ઇરાકના કરબલા શહેરમાં હઝરતે ઇમામે હુશેને  હક અને ન્યાય ખાતીર પોતે  તેમજ તેમના પરિવારના સભ્યો સહીત ૭૨ જા નિશારો દ્વારા શહિંદી વહોરી લીધેલ હતી જે શહીદોની યાદ તાજી રાખવા ઇસ્લામી ભાઈઓ દ્વારા મહોરમ મહિનામાં તાજીયા બનાવી હઝરતે ઇમામે હુશેનની યાદ તાજી કરવામાં આવે છે અને આ મહિનામાં વાએજ તેમજ ન્યાજ સહિતની કાર્યક્રમો મોટી સંખ્યામાં કરવામાં આવે છે,ગમ અને દુઃખ સાથે આ તહેવારની મુસ્લિમો  દ્વારા ઉજવણી થાય છે, કયામત સુધી હઝરતે ઇમામે હુશેનની તેમજ ૭૨ શહીદો ની યાદ તાજી રાખવા  માટે જુદી જુદી યુવા કમિટીઓ દ્વારા તાજીયા બનવાનું આયોજન થાય છે. જેમાં અમરેલી શહેરમાં  પણ ઇમામે હુશેનની યાદ તાજી રાખવા અંદાજે નાના મોટા ૨૦૦ જેટલા કલાત્મક તાજીયા બનાવામાં આવાવ્યા હતા,નવમી મહોરમ એ સોમવારે સાંજે તાજીયા પડમાં આવ્યા બાદ અંખી રાત માતમ મનાવ્યા બાદ બીજા દિવસે મંગળવારે સાંજે ફરી સૌ તાજીયા પોતપોતાના રૃટ મુજબના વિસ્તરોમાં તાજીયા લઇ જવામાં આવેલ હતા અને મંગળવાર રાત્રીના ઇમામના તાજીયા ઠંડા કરવામાં આવેલ હતા મુસ્લિમો માટે આ તહેવાર ગમ અને સબ્રનો તહેવાર હોઈ છે ગરીબો,તેમજ યતીમ બાળકો વિધવાઓ સાથે સારું વર્તન તેમજ દુશ્મન સાથે પણ ભાઈચારો રાખવા આ તહેવારમાં શીખવામાં આવે છે,અમરેલીમાં આ તહેવારમાં મુસ્લિમોમાં દ્વારા ગમ અને જજબા સહિતના દ્રસ્યો સામે આવેલ હતા નવમી અને દસમી મહોરમ નિમિતે જુદા જુદા ફ્લોટ્સ તેમજ કરબલા માં સર્જાયેલ યુદ્ધનો ચિતાર રજુ થાય તેવા દ્રસ્યો ઉભા કરવામાં આવેલ હતા પહેલી મહોર્રમથી ૩૦ મહોરમ સુધી ન્યાજ સબીલો વાએજ  (પ્રવચનો )સહિતના મુસ્લિમો દ્વારા આયોજન થયેલ હતા  ઉપરોકત તસ્વીરમાં શહેરના દિલાવરબાપુના શાહગોરાની ડેલીના તાજીયા તેમજ મિનિકસબા,બહારપરા,કસ્બા,સહિતના તાજીયા તસ્વીરમાં જોઈ શકાય છે.(તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળઃ અમરેલી)

(1:15 pm IST)