Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઝાંબાઝ પોલીસનો બાહુબલી અવતાર, પાણીમાં ફસાયેલા બે બાળકોને ખભ્ભે બેસાડીને રેસ્ક્યૂ કર્યા

ટંકારાના કલ્યાણપુર ગામે પોલીસની કામગીરીની જબરી પ્રસંશા ;મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને બાહોશ પોલીસકર્મીને બિરદાવ્યા

મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ઘુસ્યા હતા નદી નાળા છલકાવા સાથે જળાશયો પણ ઓવરફ્લો થયા છે ભારે વરસાદને કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે ટંકારાના કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યૂ કર્યા છે. પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઑપરેશન કર્યુ હતું

  પોલીસ એક  જવાને ખભ્ભા પર બાળકોને લઈને પાણીના ધસમસતા વહેણમાં બાળકોને બચાવ્યા હતા.જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જબરી પ્રસંશા થઇ રહી છે ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. દરમિયાન ગામના લોકોને બચાવા માટે થયેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ ગઈ હતી અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.

  આ બાહોશ પોલીસકર્મીની કામગીરીની ચોતરફ પ્રસંશા થઇ રહી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ કરીને આ બાહોશ જવાનને બિરદાવ્યા છે

     આ રેસ્ક્યૂ કરતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્થવીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોને બચાવ્યા હતા. સવારથી મોરબી જિલ્લામાં મેઘમહેર જામી છે. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.
  આ વીડિયો બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે

  અત્રે  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં વડોદરામાં આવેલા વિનાશક પૂરમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટ ચાવડા 'વસુદેવ' બન્યા હતા. તેમણે એક 18 મહિનાની બાળકીને ટોપલામાં મૂકીને પાણીના ધસમસતા વહેણમાંથી બહાર કાઢી રેસ્ક્યૂ કર્યુ હતું. ગુજરાત પોલીસે પૂરમાં બજાવેલી કામગીરીની પ્રસંશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ થઈ હતી

(11:26 pm IST)