Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

જોડિયા-વિસાવદરમાં ૧ ઈંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ યથાવત

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ યથાવત છે.

આજે બપોરના ૨ વાગ્યા સુધીમાં જામનગરના જોડિયા અને જૂનાગઢના વિસાવદરમાં ૧ ઈંચ વરસાદ પડયો છે.

જ્યારે જામનગર અને કાલાવડમાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

 આ ઉપરાંત લાલપુર, જામજોધપુર, ધ્રોલ, કેશોદ, જૂનાગઢ, ભેંસાણ, મેંદરડા, માણાવદર, વંથલી હળવા-ભારે ઝાપટા પડયા છે.

(4:31 pm IST)