Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સોરઠમાં ભારે વરસાદને લઇ કલેકટર સૌરભ પારધીની સ્થિતિ પર ચાંપતી નજર

જુનાગઢ, તા. ૧૦ : સોરઠમાં ભારે વરસાદને લઇ કલેકટર  સૌરભ પારધીએ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

કલેકટર સૌરભ પારધીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે જૂનાગઢ જિલ્લામાં સવારના ૮ વાગ્યાથી ભારે વરસાદ છે આમ છતાં હાલ કોઇ નુકશાનના સમાચાર નથી.  છતાં પણ ગમે તે સ્થિતિને ધ્યાને લઇ તંત્ર સજજ છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી  રહી  હોવાનું કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું.

(3:21 pm IST)