Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઘેડ પંથકમાં સરેરાશ ર ઇંચ : ગોસામાં ભારે પવનથી વીજ થાંભલો અને તોતીંગ વડલો ધરાશાયી

ગોસા(ઘેડ), તા. ૧૦ : ગઇ રાતના એકાએક વાતાવરણમાં ફેરફાર થતાં મેઘાવી માહોલ થતાં હળવો વરસાદ પડવાની શરૂઆત સાથે ચોમાસામાં પ્રથમ દોર આવ્યા બાદ ગત રાતથી ઘેડ પંથકમાં કયાંક જોરદાર તો કયાંક છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદનો દોર ચાલુ થઇ ગયો છે. સવારના ૮ વાગ્યા સુધીમાં સરેરાશ ર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

રાત્રી દરમ્યાન પવનની ગતિ પણ તીવ્ર બની ગઇ હતી જેના પરિણામે ગોસા (ઘેડ) પંથક સહિત અન્ય જગ્યાએ પણ ઇલેકટ્રીક પોલ, વાયર તૂટી પડતા વિજળી પણ બંધ કરવાની ફરજ પડી હતી.

સવારના ૮ વાગ્યાના સુમારે પાદરમાં પે.સે. શાળા ગોસાની બાજુમાં અને આંગણવાડી કેન્દ્ર ૩-ની સામે એક તોતીંગ વડલાની ઝાળ થળમાંથી ધરાશાયી થઇ ખાડામાંથી ઉખડી રસ્તામાં પડતા નિશાળ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયેલ છે. જયારે આ તોતીંગ વડલો ધરાશાયી થયો તે પહેલા સદનસીબે આજે શનિવાર હોય શાળાનો સમય ૭ વાગ્યાનો હોવાથી શાળાએ બાળકો પણ સમયસર પહોંચી ગયા હતાં.

આ રસ્તા પર નિરંતર અવર-જવર પણ ચાલુ હોય, પરંતુ વરસાદ ચાલુ હોવાથી રસ્તા પર અવર જવર ન થતાં તેમજ લાઇટ પણ ન હોય કોઇ અકસ્માત થયો ન હતો. વડલાના તોતીંગ ઝાડ પડવાથી તેમજ તેમની નજીક જ ઇલેકટ્રીક ૧૧ કેવી લાઇન પસાર થતી હોય સબ સ્ટેશન પણ નજીક હોય ભારે તેના તાર પર પડવાથી બેથી ત્રણ ઇલે. પોલ પણ તૂટી નીચે પડી ગયા છે. જોકે લાઇટ ન હોવાથી કોઇ ગંભીર બનાવ બનતો અટકી ગયો છે. તોતીંગ વડલાને દૂરસ્ત કરવા સેવાભાવી રામભાઇ દોથદાસ રાજથી ભગત ગુરૂ પરબત વિરમભાઇ આગઠ હરિશ ઠકરાર તેમજ ભગવાનજી મિસ્ત્રી સહિતના ઝાડને દૂરસ્ત કરવાના કામે લાગી ગયા છે. ગોસા ઘેડમાં ગઇકાલથી આજે સવાર સુધીમાં ૧૦ ઇંચ વરસાદ પડી ગયો હતો.

(3:17 pm IST)