Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કેશોદ રોટરી કલબ દ્વારા બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ

કેશોદ : કેશોદની રોટરી કલબ અનેક સમાજ ઉપયોગીઙ્ગ કાર્યક્રમોનુ આયોજન કરેછે. સાથે દર વર્ષે વૃક્ષારોપણનુ આયોજન કરેછે.દર વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.ઙ્ગ  આ વર્ષે કેશોદના બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા પચ્ચાસ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે. વાવેતર કરેલા તમામ વૃક્ષોમાં ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવશે.રોટરી કલબ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોટરી કલબના હોદેદારો એસટી સ્ટાફ તથા પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું.રોટરી કલબ દ્વારા લોકોને પણ સંદેશ આપ્યો હતો કે દરેક વ્યકિત એક એક વૃક્ષોનુ વાવેતર કરી તેનુ જતન કરે તો હરીયાળી ક્રાંતિ આવી શકે તેવા હેતુથી લોકોમાં પણ જાગૃતતા આવે અને વૃક્ષોનુ વાવેતર વધે તેવા લોકોએ પણ પ્રયત્ન કરવા જોઈએ. તેમ જણાવેલ હતુ. તસ્વીરમાં વૃક્ષારોપણ કરતા કલબના સભ્યો નજરે પડે છે. (તસ્વીર : સંજય દેવાણી)

(2:10 pm IST)