Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

જૂનાગઢના વિકાસ માટે ૧૧ વર્ષના બાળકો અને ૭૫ વર્ષના વૃદ્ધના વિવિધ સુચન

શ્રી સુમેરા દ્વારા વધુ એક કોફી વિથ કમિશ્રશ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ,તા.૯: જૂનાગઢ મનપાના કમિશ્રર શ્રી તુષાર સુમેરા દ્વારા ગુરૂવારે સાંજે કોફી વિથ કમિશ્રશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧ વર્ષના બાળક અને ૭૫ વર્ષના વૃદ્ધ શહેરના વિકાસ માટે વિવિધ સુચનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં આઇજીપી  કચેરી ના સિનીયર કલાર્ક મનીષાબેન ભરાડ ૧૧ વર્ષી પુત્ર મૌલીક મહેતાએ પણ ભાગ લીધો હતો.

કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.૬માં અભ્યાસ કરતા મૌલીક મહેતાએ મહાનગર જૂનાગઢનો વિકાસ ટુરિઝમના વિકાસ સાથેની થીમ રજુ કરી હતી અને શહેરના ઐતિહાસીક વારસા ને પ્રદૂષણ મુકત બનાવી તેની જાણવળી ઉપરૌત જૂનાગઢને સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લાવવા જણાવ્યું હતું

કોફી વીથ કમિશ્રર કાર્યક્રમમાં ઉપસ્થિત ૭૫ વર્ષીય જૂના જનસંધી દલપતભાઇ પટેલે પણ ભાગ લઇને હેરીટેજની જાણકારી સાથે સ્વચ્છતાની કામગીરી જારી રાખવા જણાવ્યુ હતું

આ કાર્યક્રમમાં જૂનાગઢના ૨૦ વધુ પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠીત નાગરીકોએ શહેરના વિકાસ માટે કરેલા વિવિધ સુચનો કમિશ્રશશ્રી તુષાર સુમેરાએ સ્વીકારી તેનો અમલ કરવાની ખાત્રી આપી હતી.

(11:49 am IST)