Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઉપલેટા તાલુકા પંચાયતના કર્મચારીને નિવૃતિ વિદાયમાન

ઉપલેટા તા.૧૦: તાલુકા પંચાયત-ઉપલેટામાં બાંધકામ શાખામા વર્કચાર્જ કલાર્ક તરીકે ફરજ બજાવતા બિપીનચંદ્ર વી. વ્યાસ તા. ૩૧ના રોજ વય મર્યાદા પુરી થતાં તાલુકા પંચાયતના તમામ સ્ટાફ દ્વારા વિદાય આપવામા આવેલ. વિદાયમાન પ્રસંગના અધ્યક્ષ પ્રમુખ લાખાભાઇ ડાંગર (પ્રતિનિધિ) તથા કારોબારી સમિતિના ચેરમેન ભુપતભાઇ ચાવડા (પ્રતિનિધિ) તથા જિ.પં.રાજકોટના સદસ્યશ્રી સોમાભાઇ ચાવડા તથા પૂર્વકારોબારી સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ વાળા, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી.એમ.વ્યાસ, તા.પંચાયતના સ્ટાફ કર્મચારીઓ તથા બાંધકામ શાખાના એચ.એમ.ભાદરકા તથા મિત્ર મંડળ દ્વારા શાલ, શ્રીફળ, પડો, પુષ્પગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામા આવેલ હતુ. બિપિનચંદ્ર વ્યાસના ધોરાજી, જામકંડોરણા, જેતપુર, રાજકોટના વર્કચાર્જ કર્મચારીઓ દ્વારા હાજરી આપી સન્માન કરવામા આવેલ હતું.આ પ્રસંગે તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીશ્રીઓ દ્વારા પણ વ્યાસની નોકરી દરમ્યાન કરેલ કામગીરીની ખુબ જ સંતોષકારક, નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકપણે સેવાઓ બજાવતા સૌ વતી તલાટી-કમ-મંત્રીશ્રીના પ્રતિનિધિરૂપે એસ.કે.લાંગા તથા વી.કે.જરૂ તથા બકુલભાઇ સાપરિયા તથા મયુરભાઇ વેગડા તેમજ તાલુકાના સરપંચશ્રીઓ વતી ગઢાળાના સરપંચશ્રી નારણભાઇ આહિર તથા કાથરોટાના સરપંચ રામશીભાઇ આહિર દ્વારા શાલ, મીઠાઇ, પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ હતું.

તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ વ્યાસ તથા પ્રમુખ કારોબારીના પૂર્વ તથા હાલના ચેરમેનશ્રીઓ દ્વારા નોકરી દરમ્યાન કરવામા આવેલ શ્રી બિપીનચંદ્ર વ્યાસની કામગીરીને બીરદાવવામા આવી હતી.

(11:47 am IST)