Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

મોટી પાનેલીમાં છ ઇંચઃ સૂકા ભટ્ટ ડેમમાં પણ પાણીની આવક

મોટી પાનેલી, તા.૧૦:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ તેમજ આજુબાજુના તમામ ગામોમાં મોડી રાતથી મેઘરાજાની એન્ટ્રી થયેલ જે વહેલી સવારે ધુંવાધાર બેટિંગ કરતા આ લખાય છે ત્યા સુધીમાં લગભગ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે.

આજુબાજુના વલાસણ, હરિયાસણ, ખારચીયા, ઝાર ગામોમાં પણ છ થી સાત ઇંચ જેવો વરસાદ પડી ગાયના અહેવાલ મળેલ છે મોટી પાનેલી ની ઉપરવાસ ના ગામો માંડાસણ, બુટાવદર, બગધારા, મેથાણ મા પણ સારો એવો વરસાદ વરસતા મોટી પાનેલીના સાવ સુકાભટ્ટ રહેલા ડેમમાં પણ પાણીની આવક સારુ થઇ ગયેલ છે હજુ પણ મેદ્યરાજાની ધુંવાધાર બેટિંગ ચાલુ છે ખેડૂતો લોકો ખુશખુશાલ જોવા મળેલ છે સૌની એકજ આશા છે કે મેદ્યરાજા ડેમ પુરેપુરો ભરી આપે તો છેલ્લા બે માઠા વર્ષોમાંથી ખેડૂતો ઉભરી શકે.

(11:42 am IST)