Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કાલે મચ્છુ જળ હોનારતને ૩૯ વર્ષ પૂર્ણઃ મોરબીમા શ્રધ્ધાંજલી કાર્યક્રમ

કાળની એક જ થપાટે હરતી ફરતી હજારો જીંદગીએ મોતની સોડ તાણીઃ સુવડાવી દેનાર, ગોઝારી દુર્ઘટનાને મોરબીવાસીઓ આજે પણ ભુલ્યા નથીઃ દિવંગતોના પરિવારજનોમાં વરસીપર્વ પર આંખોમાં અશ્રુઓના પુર ઉમટી આવે છે

મોરબી તા.૧૦: મોરબી સહિત ગ્રામ્યપંથકના લોકો તા.૧૧-૮-૧૯૭૯ના એ ગોઝારા દિવસને અને કાળે મચાવેલા મોતના તાંડવને કયારેય નહી ભૂલી શકે કાળની એક જ થપાટે હરતી ફરતી હજારો જીંદગીઓને જોત જોતામાં મોતની સોડ તાણી સુવડાવી દીધાના અને અને પોતાના સ્વજનોને કાયમ માટે ખોઇ દેનારા મોરબીવાસીઓએ કરૂણાંતિકાને યાદ કરે છે ત્યારે આજે ૩૮-૩૮ વર્ષના વ્હાણા વાયા હોવા છતાં આંખો ભીની થઇ જાય છે અને મનમાંથી નિશાસાઓ નીકળી જાય છે અને કુદરતને પુછી બેસે છે, એ કુદરત આ તે શુ કર્યુ?

મોરબીનો મચ્છુ-૨ બંધ ટુટતા, બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પવનની ગતિએ ડેમના પાણી મોરબીમાં ફરી વળ્યા હતા અને જોત જોતામાં શહેરભરમાં હાહાકાર, ચિચિયારાઓ, મોતનું તાંડવ ખડકી દીધુ હતુ શુ થયું છે? તેની જાણ થાય તે પહેલા તો જીવ બચાવવા, હાફળા-ફાફળા બની આમ તેમ દોડીને આશ્રય સ્થાન શોધતા હજારો લોકોને જળઆક્રમણે પોતાની આહોરીમાં સમાવી લીધા હતા. અને કાળના આ વરવા સ્વરૂપ આગળ પામર માનવી લાચાર બની ગયો હતો.

મચ્છુના પુરતો આવ્યા અને ઓસરી પણ ગયા, પરંતુ આ નિદાય જળતાંડવે કયાંક કોઇ વિવવા જનેતાના એકના એક દિકરાના મોત પર કલ્યાંત કરતી માતાને, તો કોઇ નવપરિણીત ભરથીર પાસે બેસી કુદરતનો પણ કાળઝા કથાવી દે તેવો વલોપાત કરતી નવોઢા, કયાંક રાખડી બાંધનારો વીરોનો કયાંક'' ખમ્મા મારા વિરાને'' કહેનારી બહેનાના શબ પાસે બેસી રદનની સીમાઓ વટાવટા ભાઇના દ્રશ્યો ખડા કરી દીધા હતા.

શું થાય કર્યા હશે એ નવજાત શિશુઓએ કે જેમણે જન્મીને આ દુનિયામાં માત્ર ગણ્યા-ગાઠયા શ્વાસ લીધા હતા ત્યાંજ એ નવજાત શિશુ અને વ્હાલસોથી જનેતાની વચ્ચે કામ વિતન બન્યો હતો? અને જે જનેતા પોતાના લાડલાને સોડ તાણી સુવડાવે તેની જગ્યાએ કાળની એકજ થયેલ આવા કેટલાય નવજાત શિશુઓને માતાની મમતાની હુંફ માથી ખેચી મોતના મંજરમાં ધકેલી દીધા હતા.

શહેરભરમાં જયાં જુઓ ત્યાં માનવી-પશુઓના શળ જયા ત્યા કાદવ-કીચડમાં ખુચી પડયા હતા. રજળી રહ્યા હતા, કોઇ કોઇને દિલાસો આપવાવાળુ નહોતુ કારણકે બધા જ બેબશહતા, લાચાર હતા, મજબુર હતા, પરવશ હતા જયા જુઓ ત્યા મોતની મોકણ, હૈયાફાટ દ્રદન, મરસીયા લેવાના હતા. લોકોની વ્યથા, વિવશતા વર્ણવી શકાય તેવી નહોતી.

કાળના ક્રુર પંજામાંથી બચીગયેલા માનવીઓની વ્યથા પણ ઓછી નહોતી, તેમની પાસે પીવા માટે પાણી નહોતું. જમવા માટે તો કશુ જ નહોતું. દૂધ માટે વલખા મારતા બાળકોની કરૂણા તો તેની માતા જ રામજી શકતી હતી. કલાકોના કલાકો પોતાની છત પર કે નળીયા પર ગુજારી, ભુખ્યા અને તરસ્યા માનવીઓ પર કુદરતે નિદયતાથી કહેર વરસાવ્યો હતો. જે મોરબી વાસીઓ કયારેય નહી ભૂલે.

મયુરનગરી મોરબીને મસાણનગરીમાં ફેરવી નાખનારી મચ્છુ જળ હોનારતે અભૂતપૂર્વ જાનમાલની ખુવારી વેરી હતી. હજારો-હજારો માનવીઓ, અબોલ જીવોને મોતના ખપ્પરમાં હોમી દીધા હતાં.

લાશોના ઢેર પાસે મોરબીનું સ્મશાન પણ વામણું પુરવાર થયું હતું. અને અગ્નિ સંસ્કાર માટે લાકડા પણ નહોતાં. અને પેટ્રોલ છાંટી કરવામાં આવતા સામુહિક અગ્નિ સંસ્કારના દ્રશ્યો તો ભલભલાના કાળજા કંપાવી દે તેવા હતાં.

મચ્છુના જળ, પુર આવ્યા અને ઓસરી પણ ગયા, છતાં આજે ૩૮-૩૮ વર્ષના વાણા વાયા બાદ પણ એ પરિવારજનોની આંખમાં આવતા પુર પુરા ઓસર્યા નથી, જેમણે પોતાના વ્હાલસોયા પરિવારજનને દિવાલ પર ફ્રેમમાં કેદ થયેલા જુએ છે. મોરબી જય હોનારતના તમામ દિવંગતોને 'અકિલા' પરિવાર શ્રાધ્ધા સુમન અર્પણ કરે છે.

નગરપાલિકા દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૮-૧૯૭૯ ના રોજ મચ્છુ-ર બંધ ટુટતા મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વિશ્વમાં અભુતપૂર્વ એવી ભયંકર જળ હોનારત  સર્જાઇ હતી. જેમાં અનેક માનવીઓ અબોલ જીવોની જીંદગી હોમાઇ હતી. અસંખ્ય ઇમારતો પતાના મહેલની જેમ જમીન દોસ્ત થઇ ગઇ હતી. જાનમાલની પારાવાર નુકસાની  થઇ હતી. જે જળ હોનારતને આવતીકાલે તા. ૧૧-૮-ર૦૧૮ ના રોજ ૩૮ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.

ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે બપોરે ૩.૩૦ કલાકે ર૧ સાયરન વગાડવાનું શરૂ થશે. અને ત્યારે પાલિકા કચેરીએથી મૌન રેલી પ્રસ્થાન કરશે અને પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ મણી મંદિર સામેના દિવંગતોના સ્મૃતિ સ્તંભે પહોંચી ત્યાં જળ હોનારતના શહીદોને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ જોડાવા મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઇ લીલપરા, ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાએ અપીલ કરી છે.

(3:54 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST