Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

દીવમાં ગાઝિયાબાદથી આવેલી મહિલા પેરાસેઇલિંગ વખતે દોરડુ તૂટતા નીચે પડીઃ મહિલાને બચાવવા જતા કર્મચારીને ઇજા

દીવઃ ગાઝિયાબાદથી એક મહિલા પરિવાર સાથે દીવમાં ફરવા આવી હતી. દરમિયાન તેણે દરિયાકાંઠે પેરાસેઇલિંગ કર્યું હતું. જેમાં દરિયાકાંઠે જીપ સાથે દોરડું બાંધીને મહિલા આકાશમાં ઉડી હતી. દરમિયાન જીપ સાથે બાંધીલું દોરડું તૂટી ગયું હતું.

દોરડું તૂટ્યું ત્યારે મહિલા આકાશમાં હતી. જોકે, તે સારી એવી હાઇટ પર હોવાથી સલામત રીતે તે નીચે ઉતરી હતી. દરમિયાન પેરાસેઇલિંગ કરાવનાર એક કર્મચારીએ મહિલાનો બચાવ કર્યો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે મહિલાને બચાવવા જતાં કર્મચારીને થોડી ઈજા પહોંચી છે.

નોંધનીય છે કે તહેવાર અને રજાઓની સિઝનમાં દીવમાં દેશભરમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે. અહીં બીચ પર નાવાની મજાની સાથે સાથે લોકો વિવિધ એક્ટિવિટીમાં પણ ભાગ લેતા હોય છે. જેમાં બોટિંગ, પેરાસેઇલિંગ જેવો એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

(6:42 pm IST)