Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

તળાજાના પંદર દિવસમાં છ ગામડાઓમાં કોરોના ફેલાયો : બેલાગામ બન્યું પ્રેરણાદાયી

ભાવનગર તા.૧૦ : છેલ્લા પંદર દિવસમાં ભાવનગર જિલ્લાના તળાજા ના અંતરીયાળ કહી શકાય તેવા છ ગામડાઓમાં કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે.

બીજી તરફ સરકાર દ્વારા પ્રસાશનને ગામડે ગામડે જઇ કોરોના સામે લોક જાગૃતિ ફેલાવવા ના કાર્યક્રમો યોજવાનો આદેશ આપતા પ્રશાશન દોડતું થયુ છે. તેમાં તાલુકાનું બેલા ગામ પ્રેરણાદાયી બન્યૂ છે.

તળાજા મામલતદાર જેતુનબેન કનોજીયા ના જણાવ્યા પ્રમાણે સરકાર ના આદેશ મુજબ હાલ કચેરી ખાતે વિવિધ પ્રકારના દાખલાઓ માટે ની સેવા ચોકસ મુદત સુધી બંધ કરવામાં આવી છે.એટલે અરજદારો એ કચેરી ખાતે ધક્કો ખાવો નહિ. બપોર બાદ વિવિધ ગામડાઓની મુલાકાત લેવામાં આવેછે.ઙ્ગ જેમાં ગ્રામજનો ને સાવચેતી ના પગલાં ભરવા માટે અને ખાસ કરીને સ્વંય જાગૃતતા લોકો દાખવે તેવી સમજ આપવામાં આવે છે.

જેમાં બેલા ગામ પ્રેરણાદાયી બન્યૂ છે.ઙ્ગ અહીં ઘેરઘેર ઉકાળા વિતરણ મહિલા સરપંચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.ગામના સેવાભાવીઓ ની.મદદ થી.ઙ્ગ

મામલતદાર એ જણાવ્યું હતુંકે બહાર ગામથી આવતા લોકો ગામડાઓમાં પોતાના ઘેર ન જાય અને વાડીએ રહેવાની સગવડ કરે.થોડા દિવસો માટે. જેથી ચેપ હોય તો ઘરના કે ગામડાના અન્ય લોકોમા ન ફેલાય.

લોકડાઉન સમયે સુરત તરફથી ગામડે આવી ગયેલા એનલોક દરમિયાન ફરી સુરત ગયેલા ફરી ગામડે આવી રહ્યા છે. આવા લોકો થી ગામડાઓ ચેટ અને સ્વંય સિસ્ટતા જાળવે તેવી મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:38 pm IST)