Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ભુજમાં ૨ કલાકમાં ૨ ઇંચઃ સૌરાષ્ટ્રનાં ૧૮ તાલુકામાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વારંવાર હવામાનમાં પલટા સાથે મિશ્ર વાતાવરણ

રાજકોટ,તા.૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વારંવાર હવામાનમાં પલટા સાથે મિશ્ર વાવતારણનો માહોલ યથાવત છે. આ વાતાવરણ વચ્ચે કચ્છનાં ભુજમાં ૨ કલાકમાં ૨ ઇંચ તથા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૮ તાલુકામાં હળવા-ભારે ઝાપડા પડ્યા છે.

ભુજ

 ભુજઃઆજે ભુજમાં બે દિવસ પછી મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. બે કલાકમાં જ ૫૫ મીમી (બે ઇંચ) ધોધમાર વરસાદને પગલે બજારના રસ્તાઓ, શેરીમાં પાણી વહી નીકળ્યા હતા. ભુજમાં મોસમના પહેલા ધોધમાર વરસાદથી નગરજનોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. ભુજની આજુબાજુના ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે. જોકે, કચ્છમાં અન્યત્ર ઝરમર ઝરમર વરસાદ છે.ઙ્ગ

ભુજના આસપાસના ગ્રામ્ય વિસ્તારો માધાપર, સુખપર, માનકુવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ભુજમાં ધોધમાર વરસાદથીઙ્ગ વરસાદી પાણી ભરાઈ ગયા છે. કચ્છના આદિપુર પણ હળવા-ભારે ઝાપડા વરસ્યા છે.

 આ ઉપરાંત કોટડાસાંગણાતી, અનીડા વાછડા (ગોંડલ), મોરબી, મળીયા હાટીના,લાઠી, લીલીયા, સાવરકુંડલા જાફરાબાદ રાજકોટ, જસદણ, પડધરી, લોધીકા, ગારીયાધાર, ભાવનગર, ગઢડા, કાલાવડ,ધ્રોલમાં ૧ મી.મી.થી માંડીને ૮ મીમી. સુધી વરસાદ પડ્યો છે.

(3:50 pm IST)