Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અમરેલી જીલ્લામાં વધુ ૩ શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી

અમરેલી, માર્ગદર્શન અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી.આર.એમ.ઝાર્લાં દ્વારા ર્ંભયજનક ઇસમ નરેશ ઉર્ફે દ્યુદ્યો કેશુભાઇ ધાખડા, ઉં.વ.૨૪, રહે.વડલી, તા.રાજુલા, જિ.અમરેલીવાળા વિરૂધ્ધ તથા ર્ંશ્રી.એ.વી.પટેલ, પો.સ.ઇ. ચલાલા પો.સ્ટે.ર્ં દ્વારા ર્ંપ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં (૧) વનરાજ ભીમભાઇ વાળા, ઉં.વ.૩૬, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેલી (ર) મહિપત જીલુભાઇ વાળા, ઉં.વ.૨૪, રહે.માણાવાવ, તા.ધારી, જિ.અમરેર્લીં વાળાઓ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ હતા.

આવા ભયજનક અને પ્રોહી બુટલેગર ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં ર્ંઅમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક નાઓએ ઉપરોકત ત્રણેય ઇસમો વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ ઙ્ગકરતાં ર્ંઅમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેર્બં ની સુચના મુજબ ર્ંઅમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીર્મેં ઉપરોકત ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, ર્ંલાજપોર મધ્યસ્થ જેલ, સુરર્તં ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

ભયજનક ઇસમ નરેશ ઉર્ફે દ્યુદ્યો કેશુભાઇ ધાખડાનો ગુન્હાહિત ઇતિહાસઃ-  રાજુલા તાલુકાના વડલી ગામના માથાભારે અને ભયજનક ઇસમ નરેશ ઉર્ફે દ્યુદ્યો કેશુભાઇ ધાખડા વિરૂધ્ધમાં સને ૨૦૧૪ થી સને ૨૦૨૦ સુધીમાં એટ્રોસીટી, બળજબરીથી કઢાવી લેવું, ગુનાહિત ધાક ધમકી, મારા મારી, લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણા આપવા, જુગાર ધારા, પ્રોહિબીશન એકટ હેઠળ ર્ંકુલ ૯ ગુન્હાઓર્ં નોંધાયેલ છે.

પ્રોહી બુટલેગર મહિપત જીલુભાઇ વાળા, રહે.માણાવાવ વાળાનો ગુન્હાહિત ઇતિહાસઃ-ર્ં મહિપત જીલુભાઇ વાળા વિરૂધ્ધમાં સને ૨૦૧૮ થી સને ૨૦૨૦ સુધીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવાના, દેશી દારૂના કબ્જાના મળી પ્રોહિબીશન એકટ હેઠળ ર્ંકુલ ૫ ગુન્હાઓર્ં નોંધાયેલ છે.

પ્રોહી બુટલેગર વનરાજ ભીમભાઇ વાળા, રહે.માણાવાવ વાળાનો ગુન્હાહિત ઇતિહાસઃ-ર્ં વનરાજ ભીમભાઇ વાળા વિરૂધ્ધમાં સને ૨૦૧૦થી સને ૨૦૨૦ સુધીમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવાના, દેશી દારૂના કબ્જાના મળી પ્રોહિબીશન એકટ હેઠળ ર્ંકુલ ૧૦ ગુન્હાઓર્ં નોંધાયેલ છે.

(1:00 pm IST)