Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પોરબંદરની ખાનગી બેંકના કોરોના પોઝિટિવ કર્મચારીના ઘર પાસે અન્ય ૪ મકાનો કલસ્ટર કોરોન્ટાઇન

પોરબંદર તા. ૧૦ : અહીં ખાનગી બેંકના કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ રહેણાંક મકાન રોયલ આર્કેડ પાસે અન્ય ૪ મકાન કલસ્ટર કોરોન્ટાઇન જાહેર કરવામાં આવેલ છે.

ગઇકાલે કોરોનાના શંકાસ્પદ ૬૪ કેસ આવેલ હતા અને દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલતા ૬૩ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ અને બાકીના એક કેસમાં ખાનગી બેંકના કર્મચારીનો પોઝિટિવ રિપોર્ટ આવેલ હતો. યુવાન જે ખાનગી બેંકમાં નોકરી કરતો હતો તે બેંક ૩ દિવસ બંધ રાખવામાં આવશે.

(11:49 am IST)