Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પોરબંદર ટોલનાકાના કર્મચારીનો કોરોના પોઝીટીવ રિપોર્ટઃ રાણાવાવમાં તેનો વિસ્તાર કન્ટેઇનમેન્ટ જાહેર

પોરબંદર,તા.૧૦: નજીકના વનાણા ટોલનાકાના કર્મચારી અને રાણાવાવ યુવાનનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ રાણાવાવ રહેતો હોય તેમના વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. આ યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને ઉપલેટામાં તબીયત બતાવવા ગયેલ અને ઉપલેટા રિપોર્ટ કરાવતા તેમને કોરોનાનો શંકાસ્પદ કેસ જણાતા પોરબંદર મોકલીને ફરીથી રિપોર્ટ કરાવતા તેમનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે.

(11:49 am IST)