Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

આર્થિક ભીંસથી કંટાળી જઇ કોડીનારની વર્ષાબેન સોલંકીએ ઝેર પી જિંદગી ટૂંકાવી

દેવીપૂજક મહિલાએ રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૧૦: કોડીનાર રહેતી વર્ષાબેન રાહુલ સોલંકી (ઉ.૨૪) નામની દેવીપૂજક પરિણિતાએ ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ રાત્રીના તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ રાહુલો જીગાભાઇ સોલંકી છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ પતિને હાલમાં વધુ કામ મળતું ન હોઇ ઘરમાં આર્થિક ભીંસ ઉભી થઇ હતી. આ કારણે વર્ષાબેન ચિંતામાં રહેતી હતી અને ઝેર પી ગઇ હતી.

વર્ષાબેનના મોતથી બે માસુમ સંતાન મા વિહોણા થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોડીનાર પોલીસને જાણ કરી હતી.

(11:48 am IST)