Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બગોદરા હાઇવે ઉપર થયેલી લૂંટના બે ગુન્હાનો ભેદ ખુલ્યો

સરખેજથી ૪ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેતી સુરેન્દ્રનગર પોલીસ

વઢવાણ,તા.૧૦: ગઇ તા.૦૧/૦૭/૨૦૨૦ ના રોજ લીંબડી ને.હા રોડ ઉપર આવેલ એપલ હોટલ નજીક આયશર ગાડી નં- જીજે-૦૪-એચ.ટી-૫૫૦૦ ને મહિન્દ્રા XUV300 કાર નં-જીજે-૦૧-કે ડબલ્યુ-૫૨૯૧ વાળાએ ઓવરટેક કરી ગાડી ઉભી રખાવી અજાણ્યા આરોપીઓએ આયશર ચાલક તથા કલીનરને છરી બતાવી આયશર વાહન સાથે ત્યાથી અપહરણ કરી ડોળીયા બાઉન્ડ્રી નજીક હાઇવે પર લઇ જઇ આયશરમાં ભરેલ કુરીયર કંપનીનો મોબાઇલ ફોન, એલ.ઇ.ડી. ટી.વી, એપલ વોચ, આઇપેડ, મોબાઇલ સ્પેરપાર્ટસ, કોમ્પ્યુટર સ્પેરપાર્ટસ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨,૬૩,૦૦૦/- નો મુદામાલ લુંટ કરી નાશી ગયેલ જે અંગે મહિન્દ્રા XUV300 કાર ચાલક તથા અન્ય અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આયશર ચાલક દ્રારા જોરાવરનગર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૧૦૨૫૨૦૦૩૮૮ ઇ.પી.કો કલમ-૩૯૨, ૩૬૫, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુન્હો રજી. કરાવવામા આવેલ.

તેવી જ રીતે ગઇ તા.૨૨/૦૬/૨૦૨૦ ના રાત્રીના કદરમ્યાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર કલ્યાણગઢ નજીક હરસિધ્ધી હોટલ પાસે રોડ ઉપર આયશર નં-જીજે-૦૧-એચેટી-૩૨૦૩ વાળાના ચાકલને કાળા કલરની ફોરવ્હીલ ગાડીના ચાલકે ઓવરટેક કરી ગાડી ઉભી રખાવી અજાણ્યા આરોપીઓએ આયશર ચાલકને છરી બતાવી આયશર વાહનમાં રહેલ જીયો કંપનીના સીમકાર્ડ ભરેલ બોક્ષ નંગ-૯ઙ્ગ કિ.રૂ.૯૪,૫૦૦/-ની લુંટ કરી નાશી ગયેલ જે અંગે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આયશર ચાલક દ્રારા બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૨૦૧૦૨૦૦૨૩૮ ઇ.પી.કો કલમ-૩૯૫, ૩૯૭ મુજબનો ગુન્હો રજી. કરાવવામા આવેલ છે.

સંદીપ સિંઘ સાહેબ નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજાઙ્ગ તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા આજુબાજુના તથા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર બગોદરાથી ચોટીલા સુંધીના હાઇવે પરના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી, રાહદારી માણસોની પુછપરછ કરી, હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ આરંભ કરી સતત પાંચ દિવસ સુધી, દિવસ-રાતની તપાસ બાદ સદર ગુન્હો કરવામા ફરીયાદી ડ્રાયવરની ભુમિકા શંકાસ્પદ જણાયેલ તેમજ સદર ગુન્હો કરવામાં અમદાવાદ સરખેજ વિસ્તારના આરોપીઓ સંડોવાયેલ હોવાનુ પ્રાથમીક દ્રષ્ટ્રીએ જણાય આવેલ.

 અમદાવાદ શહેરના સરખેજ પો.સ્ટે. વિસ્તારમાં ધામા નાખી તપાસ શરૂ કરવામા આવેલ. એલ.સી.બી. ટીમ દ્વારા સરખેજ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના પો.સ.ઇ  વી.ડી.ડોડીયા તથા સ્ટાફને સાથે લઇ સરખેજ પો.સ્ટે. ના સંતોષીનગર વિસ્તારમાં તપાસ કરતા આરોપી (૧) શિવમ ઉર્ફે શિવો ભાવેશભાઇ પટેલ ઉવ.૨૪ ધંધો.મજુરી રહે.૧૨૦, સંતોષીનગર ધોળકા રોડ, જીવનદીપ હોસ્પિટલની સામે સરખેજ તથા (ર) કિરણ લલિતભાઇ પરમાર ઉવ.૨૦ રહે.હરીવિલા સોસાયટી, ક્રિષ્ના એવન્યુની પાછળ જી-૯ મહેશભાઇ ભરવાડના મકાનમાં સરખેજ તથા (૩) દુપેશ ત્રિભોવનભાઇ જાદવ ઉવ.૨૨ ધંધો.મજુરી રહે.ખોડીયાર કોમ્પ્લેક્ષ, ફલેટ નં-૫ દેનાબેન્ક સામે સરખેજ (૪) રાહુલ  નરભેરામ તુલશીદાસ પરમાર ઉવ.૨૦ રહે. નવી ફતેવાડી, આઝાદનગર સોસાયટી, ક્રિષ્ના રો-બંગલોની બાજુમાં મેલડીમાંના મંદિર પાસે સરખેજ અમદાવાદ શહેર નાઓને પકડી મજકુર આરોપીઓના કબ્જા ભોગવટામાંથી (૧) લાવા કંપનીના મોબાઇલ નંગ-૧૪ (૨) આઇટેલ કંપનીના મોબાઇલ નંગ-૧૩ (૩) રીયલમી કંપનીના મોબાઇલ નંગ-૬ (૪) ઓપો કંપનીના મોબાઇલ નંગ-૫ (૫) વીવો કંપનીના મોબાઇલ નંગ-૩ (૬) ONEPLUS Pro  મોબાઇલ નંગ-૧ (૭) એપલ કંપનીની એપલ વોચ- સીરીઝ-૩ નંગ-૪ (૮) ૨ વ્ગ્ સાટા હાર્ડડીસ્ક HGST  કંપનીની નંગ-૫ (૯) નેક્ષ્ટવ્યુ કંપનીના એલ.ઇ.ડી. ટી.વી. નંગ-૪ (૧૦) એપલ કંપનીનુ ૧૧ ઇંચનુ આઇપેડ નંગ-૧ એમ મળી કુલ કિ.રૂ.૪,૩૪,૨૧૮/- તથા રોકડા રૂ.૫૩,૦૦૦/- તથા ગુન્હામાં વપરાયેલ મહેન્દ્રા એકસયુવી-૩૦૦ ગાડી નં-જીજે-૦૧-કે ડબલ્યુ-૫૨૯૧ કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૧૫,૮૭,૨૧૮/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.

મજકુર આરોપીઓની પ્રાથમીક પુછપરછ કરતા ગઇ તા.૩૦/૦૬/૨૦૨૦ ના રાત્રીના આઠેક વાગ્યે અમે ચારેય મિત્રો મળેલ. આરોપી ડ્રાયવર કિરણે પોતાને તાત્કાલીક કુરીયરની આયશર ગાડી લઇને સરખેજથી રાજકોટ જવાનુ હોય જેમાં મોબાઇલ ફોન તથા અન્ય કિંમતી મુદામાલ હોય પરંતુ આયશરમાં કલીનર તરીકે લીંબડીનો ઇસમ હોય જેથી આરોપીઓના પ્લાનની તેને ખબર ન પડે તે રીતે લુંટ કરવાનુ નકકી કરી રાત્રીના દશેક વાગ્યે આરોપી કિરણ આયશર નં-જીજે-૦૪-એચ.ટી-૫૫૦૦ વાળી લઇને સરખેજથી નીકળતા અન્ય આરોપીઓએ પોતાની મહિન્દ્રા એકસયુવી ગાડી નં-જીજે-૦૧-કે ડબલ્યુ-૫૨૯૧ વાળી લઇને આયશરનો પીછો કરી લીંબડી સર્કલથી પાછળ પાછળ ચાલી લીંબડીથી આશરે ત્રીસેક કીમી આગળ ચાલી હાઇવે પર એપલ હોટલની સામે આયશર ગાડીને ઓવરટેક કરી ડ્રાયવરને ગાડી રોકવા ઇશારો કરતા ડ્રાયવર કિરણે ગાડી રોકી દીધેલ. આરોપી રાહુલ તથા દુપેશ એકસયુવીમાંથી નીચે ઉતરી આયશરમાં ચડી ડ્રાયવર કંન્ડકટરને પ્લાન મુજબ છરી બતાવી આયશર સાથે ડ્રાયવર કંન્ડકટરનુ અપહરણ કરી આયશરને સદર જગ્યાએથી આશરે બાર પંદર કીમી ડોળીયા બાઉન્ડ્રી નજીક હાઇવે પર સાઇડ ઉભી કરાવી બંધ બોડીના આયશરમાંથી સાત આઠ પાર્સલ ઉતારી એકસ-યુ-વી ગાડીમાં ગોઠવી ડ્રાયવર કંન્ડકટર તથા આયશરને ત્યાંજ મુકીઙ્ગ નાશી જઇ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા ઉપરોકત મુદાલમા સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી, ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓને અટક કરી અમદાવાદથી જોરાવરનગર પો.સ્ટે. ખાતે લાવી આગળની વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે.

બાદ મજકુર ચારેય આરોપીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતા મજકુર આરોપીઓએ બગોદરા.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૨૦૧૦૨૦૦૨૩૮ ઇ.પી.કો કલમ-૩૯૫, ૩૯૭ મુજબનો ગુન્હો કરેલાની કબુલાત આપેલ છે.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર દ્રારા ગણત્રીના સમયમાં પડકારરૂપ કહી શકાય તેવો અનડીટેકટ અપહરણ વીથ લુંટનો ભેદ ઉકેલી સંડોવાયેલ આરોપીઓને કુલ રૂ.૧૫,૮૭,૨૧૮/-નો મુદામાલ રીકવર કરી તથા બગોદરા પો.સ્ટે.નો લુંટનો ગુન્હો ઉકેલી ચોર-મુદામાલ શોધી કાઢવામા આવેલ છે.

એલ.સી.બી. સુ.નગર તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા  એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ મનુભા તથા ચમનાભાઇ જશરાજભાઇ તથા એ.એસ.આઇ. ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા નારાયણભાઇ દેવજીભાઇ તથા પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ટેકનીકલ સેલના એ.એસ.આઇ. જયદીપભાઇ રાવલ તથા અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે.ના ડી સ્ટાફ પો.સ.ઇ વી.ડી.ડોડીયા તથા પો.કોન્સ મયુરસિંહ ભગીરથસિંહ તથા રણજીતસિંહ સુખદેવસિંહ તથા રાજેશકુમાર પ્રવિણભાઇ તથા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ તથા ઇરફાન કાસમભાઇ તથા યશપાલસિંહ પ્રવિણસિંહ વીગેરેની ટીમ દ્રારા ઉપરોકત ચોર-મુદામાલ શોધી કાઢી અપહરણ વીથ લુંટનો ગુન્હો ડીટેકટ કરી ચોર મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.

(11:07 am IST)