Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

તળાજાના જુનારાજપરા વિસ્તારમાંથી દરિયાઇ રેતી ચોરી અટકાવવા માંગ:આવેદન પાઠવાયું

રાજપરા ગામના જાગૃત આગેવાનોએ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું

તળાજા તાલુકાના જુના રાજપરા ગામ વિસ્તારમાં આવેલા દરીયાઇ કીનારે સપાટી ઉપર થતીરેતી ચોરી અંગે રાજપરા ગામના જાગૃત આગેવાનોએ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું

  તળાજા તાલુકા ના જુના રાજપરા અને મસ્ત રામ ધારા મંદિર પાસે દરીયાઇ સપાટી ફરવા લાયક અને સુંદર મજાનાફરવા લાયક યાત્રાળુઓ માટે કુદરતી જોવા લાયક ખાસ દ્રશ્યો છે દુર.. દુર થી યાત્રિકો આવા દ્રશ્યો નિહાળવા આવે છે પણ અહી કેટલાક તત્વો દ્વારા રેતી ખનન થતુ હોવાથી નજીક ના ગામડાઓના આગેવાનો તળાજા મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા

  મામલતદાર હાજર ન હોવાથી નાયબમામલતદાર ને રજૂઆત કરવામા આવેલ અને નાયબ કલેકટર આવેદનપત્ર આપ્યું હતું અને નાયબ કલેકટરે તેમના કર્મચારી અધિકારી ને બોલાવી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને વહેલી તકે પ્રશ્ર્‌ન નુ નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી

(11:25 pm IST)