Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

૧૮ થી ર૩ સુધી છુટછવાયો કમોસમી વરસાદ પડશેઃ ખંભાળિયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયાની વિજય ચેરી. હાઇસ્કુલના શિક્ષક તથા જુદી જુદી વેબસાઇટો અને હવામાનના આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ આજે એક મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આગામી તા.૧૬-પ-ર૧ના રોજ અરબી સમુદ્રમાં પવન મીની વાવાઝોડાની સ્થિતિ ઉભી થશે જેને કારણે આગામી તા.૧૮-પ થી ર૩-પ દેવભુમી દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં છુટો છવાયો પાંચ થી છ દિવસ સુધી વરસાદ પડવા સંભાવના છે. જો કે આ કાયદેસરનો વરસાદ નહી પણ વાવાઝોડા પવનથી આવનારો વરસાદ હશે.

(1:17 pm IST)