Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ ૧ મોતઃ ૧૦ દિ'માં ૧પ બાળકોના પોઝીટીવ રીપોર્ટઃ નવા ર૬ કેસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : છેલ્લા ર૪ કલાકમાં કોરોનાથી વધુ ૧ દર્દીનું સારવારમાં મૃત્યુ નીપજયુ હતુ અને નવા ર૬ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. ૧૦ દિવસમાં ૧પ બાળકોના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

ગઇકાલે પ૪૬ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ર૬ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૬૧ કોરોના પોઝીટીવ કેસ થયેલ છે. નવા ર૬ પોઝીટીવ કેસ જયુબેલી ભાટીયા બજાર છાંયા વિસ્તારમાંથી આવ્યા છે.

કોરોનાની સારવારમાં ૧૮ દર્દીઓ સાજા થઇ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ નવા પ૩ દર્દીઓ સારવારમાં છે.

(1:14 pm IST)