Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ઇફકોના વાઇસ ચેરમેનપદે દિલીપભાઇ સંઘાણી

અમરેલીમાં ભાજપ દ્વારા રાજકમલ ચોકમાં ફટાકડા ફોડાયા

તસ્વીરમાં દિલ્હીમાં મળેલી ઇફકોની બેઠકમાં ઉપસ્થિત આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ મિલાપ રૂપારેલ-અમરેલી)

અમરેલી, તા., ૧૦ :  સમગ્ર દેશની સરકારી સહકારી સંસ્થાનાં શિરોમણી પદ ઉપર બિરાજમાન રાજયનાં પૂર્વ કૃષિ, સહકાર, મંત્રી દિલીપભાઇ સંઘાણી આજે એશીયાની સૌથી મોટી રાસાયણીક ખાતર બનાવતી સંસ્થાનાં વાઇસ ચેરમેન તરીકે નિમણુંક પામતાં તેઓનાં મુગટમાં વધુ એક પીછું  ઉમેરાયું છે આ સંસ્થાના વાઇસ ચેરમેપદે દિલીપભાઇ સંઘાણીની નિમણુંક થયા નાં સમાચાર અમરેલીમાં પ્રસરી જતાં તેમનાં ટેકેદારો ભાજપનાં આગેવાનો, તથા મિત્રો, જિલ્લાભરમાંથી અમરેલી ખાતે આવી પહોંચ્યા હતા અને અત્રેનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આ દિલીપભાઇ સંઘાણીની થયેલ વરણીને લોકોએ ફટાકડા ફોડી તથા મોં મીઠા કરાવી વધાવીહતી.

દિલીપભાઇ સંઘાણી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનાં ચેરમેન તો છે. સાથોસાથ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજકો માસોલનાં પણ ચેરમેનપદે બિરાજમાન છે. આ ઉપરાંત દેશભરમાં કાર્યરત સહકારી બેંકનાં ફેડરેશન નાસ્કોબનાં ચેરમેન તરીકે પણ તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે.

આજે તેઓ ઇફકોનાં ડીરેકટર્સ તરીકે બિનહરીફ થયા બાદ તેઓને એરીયાની સૌથી મોટી સંસ્થા ઇફકોનાં વાયસ ચેરમેન પદે પણ નિમણુંક પામ્યા છે.

આ ઉપરાંત દિલીપભાઇ સંઘાણી અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનાં સ્થાપક પ્રમુખ તથા નાફેડમાં પણ તેઓ વાઇસ ચેરમેનપદે સેવાઓ આપી રહ્યાં છે.

ત્યારે ઇફકોનાં વાઇસ ચેરમેનપદે તેમની નિમણુંક થતાં તેઓનો સહકારી સંસ્થામાં કામ કેવી રીતે કરી શકાય તથા સહકારી સંસ્થાનો વિકાસ કરવા માટેનો તેમનો બહોળો અનુભવ વધુ સંસ્થાઓને જ મળી રહેશે.

ઇફકો સંસ્થા ભારતીય ખેડૂતો ફર્ટીલાઇઝર કો. ઓપ. લી. (આઇ.એફ.એફ.સી.) તરીકે પણ ઓળખાય છે. આ સંસ્થા ભારતની નવી દિલ્હી ખાતે મુખ્ય મથકનો ખાતર ઉત્પાદન અને માર્કેટીંગના વ્યવસાયમાં સંકળાયેલ મલ્ટી સ્ટેટ કો.ઓપ સોસાયટી છે.

પ૭ જેટલા સહકારી મંડળીઓ સાથે ૧૯૬૭માં શરૂ કરવામાં આવેલ ઇફકો આજે વિશ્વની સૌથી મોટી કો.ઓપરેટીવ સંસ્થા બન ચુકી છે. જે પ્રતિ જીડીપી ટર્નઓનર દ્વારા આશરે ૩પ હજાર સભ્ય સહકારી મંડળો, પ૦ કરોડથી વધુ ભારતીય ખેડુતો સુધી પહોંચે છે. તેવી સંસ્થાના વાયસ ચેરમેન પદે બિરાજમાન થયેલ દિલીપભાઇ સંઘાણીને ભાજપના તમામ રાષ્ટ્રીય આગેવાનો, રાજયનાં ભાજપી આગેવાનો, સહકારી સંસ્થાઓના આગેવાનોએ આવકાર્યા છે.

(3:46 pm IST)