Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

લાઠીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં રાજુભાઇ વાઘેલાને છરીના ઘા

પડોશી રાકેશ દેવીપૂજક અને તેના પિતા પ્રકાશભાઇ તૂટી પડ્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૦: લાઠીમાં મહાવીરનગર ખોડિયારપરામાં રહેતાં રાજેશભાઇ બાબુભાઇ વાઘેલા (ઉ.૪૫) નામના દેવીપૂજક આધેડ પર પડોશમાં રહેતાં દેવીપૂજક રાકેશ તથા તેના પિતા પ્રકાશભાઇએ છરીથી હુમલો કરી પેટમાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજેશભાઇને પેટમાં ગંભીર ઇજા પહોંચી હોઇ રાત્રે જ ઓપરેશનમાં લઇ જવાયા હતાં. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા છે. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પોતે ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે.

પરિવારજનોના કહેવા મુજબ સાંજે આઠેક વાગ્યે રાકેશ ઘર પાસે ગાળો બોલતો હોઇ તેને દૂર જવાનું કહેતાં ઝઘડો થયા બાદ તે અને તેના પિતાધસી આવ્યા હતાં અને છરીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે અમરેલી લાઠી પોલીસને જાણ કરી હતી.

(11:46 am IST)