Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

માળિયા હળવદ હાઈવે પર બંધ ટ્રક પાછળ ડમ્પર ધડાકાભેર ઘૂસ્યું:ડમ્પર ચાલકનું મોત

માળિયા હળવદ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે અનેક અકસ્માતો છેલ્લા દિવસોમાં સર્જાયા છે ત્યારે આજે વહેલી સવારે એક બંધ ટ્રક પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે

દિવ્યરાજસિંહ મયુરસિંહ ઝાલાએ માળિયા પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે ડમ્પર નં જીજે ૧૨ ડીડબલ્યુ ૮૯૩૭ માં ચાલક રાકેશ કનું પલાસ (રહે સંતરામપુર મહેસાણા )ડમ્પર લઈને હળવદ માળિયા હાઈવે પરથી જતો હોય ત્યારે ખાખરેચી ગામ નજીક બંધ ટ્રક નં જીજે ૦૮ વાય ૬૨૦૨ પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલક રાકેશ પલાસનું કરુણ મોત નીપજ્યું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(12:05 am IST)