Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરેન્દ્રનગર મામલતદાર ઓફીસમાં દવાખાનાના કામ માટે આવકના દાખલા કઢાશે

ઓપરેટરોને કોરોના પોઝીટીવ આવ્યો

વઢવાણ તા.૧૦ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ થઈ રહી છે ત્યારે મામલતદાર ઓફિસના કર્મચારીઓ ને ઓપરેટર પણ કોરોનાની લપેટમાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જિલ્લાની મામલતદાર ઓફિસમાં બે ઓપરેટર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇને શહેરની મામલતદાર ઓફિસ ની તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજના ૩૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલી મામલતદાર ઓફિસના બે ઓપરેટરોને કોરોના પોઝિટિવ આવતા તમામ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવી હતી ત્યારે દવાખાનાના કામ અર્થે જો દાખલા ની જરૂર હોય તો કાઢી આપવામાં આવશે તેવા હાલમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર મામલતદાર દ્વારા સૂચના આપ્યા બાદ દવાખાના કામ માટે દસ્તાવેજી પુરાવા કાઢી આપવાની સુચના આપવામાં આવી છે ને તે તાત્કાલિક પણ એક ઓપરેટર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

(11:41 am IST)