Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પ્રેરણારૂપ પગલુ... ખંભાળિયા આખુ વર્ષ રકતદાનની સેવા પ્રવૃત્તિ ધમધમશે

થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોના લાભાર્થે વિવિધ સ્‍થળેથી રકત એકત્રિત કરાશે : સૌથી પહેલો કેમ્‍પ કાલે પોલીસ પરિવાર દ્વારા દાતાઓને ગીફટ-સર્ટીફીકેટ અપાશે

ખંભાળિયા, તા. ૧૦ :  અહીંયા સૌથી મોટી સરકારી હોસ્‍પિટલમાં જિલ્લાની એક માત્ર બ્‍લડ બેંક ખાતે પ્રતિ માસ આવતા ૭૦ થી ૮૦ થેલેસેમિયાના દર્દીઓને રકત મળી રહે તેવા ઉમંગ હેતુ સાથે વાડીનાર ખાતે યોજાયેલ જિલ્લા ચિંતન શિબિરમાં જિલ્લાના કલેકટર જે.આર. ડોડીયા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, જિલ્લાા વિકાસ અધિકારી આર. આર. રાવલ દ્વારા આખુ વર્ષ રકતદાન પ્રવૃત્તિ ચાલુ રાખવાનું આયોજન છે નવા આઇડિયાનો અમલ તા. ૧૧થી થશે.

જિલ્લા કલેટકરના માર્ગદર્શન હેઠળ જિ. પો. વડાશ્રી રોહન આનંદના માર્ગદર્શનમાં જિલ્લાના એસ.ઓ.જી. પી.આઇ. કે.જી. ઝાલા, પો.સ.ઇ. ડી.બી. ગોહિલની આગેવાનીમાં તેમના દ્વારા અનોખુ આયોજન કરાયું છે ત્‍યારે આવતીકાલે સવારે ૧૧ વાગ્‍યે ખંભાળિયામાં દ્વારકાનાકા પાસે બહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીએ યોજાનાર કાર્યક્રમમાં શહેરની તમામ જ્ઞાતિઓના હોદ્દેદારો વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

અત્રે નોંધનીય છે કે વિવિધ જ્ઞાતિઓ વર્ષમાં એક વખત રકતદાાન કેમ્‍પ આપે જેનું રકત સરકારી બ્‍લડ બેંકમાં જમા કરાવી થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોને આપવામાં આવશે.

કહેવાય છે કે, ખંભાળિયામાં પ૦ થી વધુ જ્ઞાતિઓ હોય અને ર૦ થી વધુ એસોસિએશન હોવા વર્ષમાં એક વખત જ્ઞાતિ કે એસોસિએશન એક કેમપ કરે તો પણ ૩ હજાર બોટલ વર્ષે એકઠી થાય અને બીજા સ્‍વૈચ્‍છીક રકતદાન કેમ્‍પનું લોહી ભેગુ થાય તે નફામાં

દરમિયાન શ્રી ઝાલાએ જણાવેલ કે હવે પછી જામનગરમાં દાખલ થતા દ્વારકા જિલ્લાના દર્દીઓને પણ ઇમરજન્‍સીમાં લોહી પ્રાપ્ત થાય તે માટે ત્‍યાંની બ્‍લડબેંકો સાથે પણ આયોજન હાથ ધરવામાં આવશે.

પહેલો કેમ્‍પ પોલીસ પરિવારનો

રકત એકત્રિકરણની શરૂઆત થઇ રહી છે ત્‍યારે પહેલો કેમ્‍પ પોલીસ પરિવાર દ્વારા રાખીને રકતદાન કરવામાં આવશે. એસ.ઓ.જી. તથા પોલીસ સુરક્ષા સેતુ દ્વારા દરેક રકતદાતાને સર્ટીફીકેટ અને ગીફટ તથા ચા-નાસ્‍તાની વ્‍યવસ પણ કરવામાં આવી છે.

(1:53 pm IST)