Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

દાહોદ-જામજોધપુર રૂટની એસ.ટી. બસનો ડ્રાઈવર દારૂ સાથે ઝડપાયો

વઢવાણ, તા. ૧૦ :. લીંબડી એસ.ટી. ડેપોમા રાજકોટ વિભાગની એસ.ટી. લાઈનો ચેકીંગ ટીમ દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે ૪.૦૦ વાગ્યે દાહોદ રાજકોટ જામજોધપુર રૂટની એસ.ટી. બસની મુસાફરોના માલ સામાન રાખવાની કેબીનમાંથી ૪ નંગ અંગ્રેજી દારૂની બોટલો કિંમત રૂ. ૧૬૨૦ સાથે દાહોદ જામજોધપુરની એસ.ટી. બસના ચાલક ગોવિંદભાઈ રાજશીભાઈ વરૂને ઝડપી લીધો હતો.

રાજકોટ વિભાગના એટીઆઈ આર.પી. સોલંકી અને જે.આર. પંડયાએ લીંબડી એસટી ચાલકને લીંબડી પોલીસને હવાલે કરી દીધો હતો. જ્યાં તેમની વધુ તપાસ નિતાબેન સોલંકી ચલાવી રહ્યા છે.

(1:14 pm IST)