Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

તાલુકા હેલ્થ ઓફીસ ટંકારા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

ટંકારા, તા., ૧૦:વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી સમગ્ર વિશ્વને સ્પર્શતી સમસ્યા પર આરોગ્યના વિષયોને સાંકળી લઇ થીમ સુત્ર દર વર્ષે આપવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસનું સુત્ર યુનિવર્સિલ હેલ્થ કવરેજ એવેરીવન એવેરીવ્હેર આપવામાં આવેલ છે. આ થીમના વ્ષિય વસ્તુને અનુલક્ષીને સમુદાયનું આ સમસ્યા પ્રત્યે ધ્યાન દોરી તેના ઉકેલ માટે જુદા જુદા જનજાગૃતીના કાર્યક્રમ યોજી જેવા કે લઘુશિબિર, ગુરૂશિબિર, જુથચર્ચા, પ્રદર્શન રેલી જેવા કાર્યક્રમ ટંકારા તાલુકાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ ટંકારા દ્વારા ટંકારા ગાયત્રીનગર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્કુલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ દ્વાાર રેલી યોજવામાં આવેલ.

આ રેલીને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફીસર ડો.હાર્દિક રંગપરીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેશ કે તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, આચાર્ય રસીકભાઇ ભાગીયાએ જહેમત ઉઠાવેલ.

(1:08 pm IST)