Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ધોરાજી પંથકમાં ભેળસેળીયાઓને છૂટો દોર?!

સોયાબીન, યુરિયા, પામતેલ, ડીટરજન્‍ટ જેવા કેમીકલ રસાયણો જનઆરોગ્‍ય સામે ખતરારૂપ : ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ, પાલિકાની ટીમ દ્વારા સત્‍વરે તટસ્‍થ તપાસ જરૂરી

ધોરાજી તા. ૧૦ : શહેર અને તાલુકા વિસ્‍તારમાં અનેક ભેળસેળીયાઓ દ્વારા ઘી અને દૂધમાં ભયંકર ભેળસેળ અને અખાદ્ય પદાર્થોની મીલાવટ થઇ રહી છે. થોડા સમય પહેલા રાજકોટ જીલ્લા એલસીબીની ટીમે છાડવાવદર ગામે મોટા પ્રમાણમાં ઘી-દૂધનો અખાદ્ય જથ્‍થો ઝડપ્‍યો હતો.

આ અંગે લોકમુખે ચર્ચાતી વિગતોનુસાર સમગ્ર રાજયમાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાના અહેવાલથી ખળભળાટ મચ્‍યો અને ઠેર ઠેર દરોડા અને તપાસ અર્થે ટીમો ઉતરી છે. લોકો પોતાના બાળકોનાં આરોગ્‍ય અને તંદુરસ્‍તી માટે રૂપિયા ખર્ચી ચોખ્‍ખુ દૂધ ખરીદવા દોડતા હોય ત્‍યારે સોયાબીન, યુરીયા, પામતેલ, ડીટર્જન્‍ટ જેવા કેમીકલ રસાયણોનો ઉપયોગ કરી લોકોનાં આરોગ્‍ય સાથે ચેડા કરતા ભેળસેળીયા  લાખો-કરોડોની કાળી કમાણી કરી બદલામાં લોકોને ગંભીર બીમારી આપી રહ્યા છે.

તો વળી, ધોરાજીના અમુક સ્‍ટોર્સ ખાતે દૂધમાં ભેળવાતો કેમીકલ પાવડર, ઢોરનાં ઇન્‍જેકશનોનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું હોવાથી જનતામાં રોષ છવાયો છે.

તો જન આરોગ્‍ય ખતરામાં પડે તે પહેલા સત્‍વરે  ધારાસભ્‍ય અને નગરપાલીકાની ટીમ દ્વારા વિવિધ સ્‍થળોએ દરોડા પાડી  ઇચ્‍છી રહ્યા છે. 

(11:55 am IST)