Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આઇશરમાંથી ર૦ પેટી દારૂ સાથે બે શખ્સો પકડાયા

રાજકોટના ધીરૂ કોળી તથા બેડલાના મહેશની ર.૭૧ લાખના મુદામાલ સાથે ધરપકડ

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ બન્ને શખ્સો પોલીસ કાફલો અને બીજી તસ્વીરમાં આઇશર નજરે પડે છે.

વાંકાનેર, તા., ૧૦ :વાંકાનેરના ઠીકરીયાળી બાઉન્ડ્રી પાસે આઇશરમાં ર૦ પેટી દારૂના થ્થા સાથે નીકળેલ બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર રાજકોટ બાઉન્ટ્રી ઉપર આઇશર (જીજે ૦૩એ-રપ૩) ના ડ્રાઇવર ધીરૂભાઇ કુરજીભાઇ કોળી (ઉ.વ.૩૭) તથા સાથે રહેલા મહેશ નરશીભાઇ (બન્ને રહેવાસી અનુક્રમે રાજકોટ અને બેડલા)ને તાલુકા પોલીસે અટકાવીને તલાશી લેતા આઇશરમાંથી ઇંગ્લીશ દારૂ જુદી જુદી બ્રાન્ડની ર૦ પેટી જેની કિંમત રૂ. ૭૧ હજાર એકસો મળી આવતા તે તથા બે લાખનું આઇશર વાહન કબ્જે લઇ આઇપીસી પ્રો.ગુના પ૦/૯૯/૧૮ કલમ ૬૬/૧ બી, ૧૧૬-બી, ૯૮/૨, ૬પ એ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પો.અધિકારી ગઢવીની રાહબરીમાં સેકન્ડ પીએસઆઇ એમ.એસ.ગોસાઇએ હાથ ધરી છે.

(11:42 am IST)