Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

ઉપલેટામાં કોંગીમાં હોદ્દા માટે બે જૂથો વચ્ચે ધોકા-પાઇપ સાથે છૂટા હાથની મારામારી

ઉપલેટાઃ ઉપલેટામાં કોંગ્રેસના હોદા આપવા બાબતે ગઈકાલે રાત્રે બે જુથ વચ્ચે ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે સશસ્ત્ર અથડામણ થતા બંને પક્ષોના ચાર લોકો ઘવાયા હતાં. પોલીસે અંગે બને પક્ષોની ફરીયાદ પરથી કુલ ૨૪ શખ્સો વિરૂધ્ધ સામ સામે ગુનો દાખલ કરી ૧૯ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અંગે રઝાકભાઈ ઉર્ફે બાવલા ઓસમાણભાઈ હીંગોરાની ફરીયાદ પરથી સાજીદ ભીખુબાપુ સૈયદ, ઈમરાન ભીખુબાપુ સૈયદ, શકીલબાપુ નુરઅહેમદ, શાહીલ શાહનવાઝ સૈયદ, આફતાબ શૈફુહુશેન સૈયદ, આસીફ ઈબ્રાહીમભાઈ ખોખર, હારૂન સંધીનાં પુત્ર શફુ આરીફ પીંજારા, સલમાન સલીમ પીંજારા, એશાન ચાંદ સિપાઈ, ઈનાયત ચાંદ સિપાઈ, ઈમુ ઉર્ફે ભલી અઝીઝ પીંજારા, અસ્લમ અઝીઝ પીંજારા, અલ્તાફ અઝીઝ પીંજારા, ગુલામ હુશૈન ગીગાબાપુ સૈયદ અને બાપુડો શાહનવાઝની બેનના પુત્ર સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, પાનની કેબીન ચલાવતા રઝાકભાઈનાં પુત્ર રીયાઝ હિંગોરા કે જે નગરપાલીકાનો સુધરાઈ સભ્ય હોય ગઈકાલે સાંજે સર્કિટ હાઉસમાં મળેલી કોંગ્રેસની મિટિંગમાં આમંત્રણ હોવાથી તે ગયા હતા. મીટીંગમાં રીયાઝ અને બોદુભાઈ શેખ કે જે પણ સુધરાઈ સભ્ય છે તેને સંયોજકનો હોદ્દો આપવાનું નક્કિ થયું હતું. સમયે મીટીંગમાં હાજર કોંગ્રેસ માઈનોરીટી પક્ષના પ્રમુખ ગુલામ હુશૈન પણ હાજર હોય તેને બાબતે સારૂ નહી લાગતા મોડી સાંજે તેણે રઝાકભાઈને ફોન કરીને કોંગ્રેસ પક્ષમાં તુ કેમ મને કોઈ હોદ્દો આપવા માટે ભલામણ કરતો નથી ? કહી જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તે રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉપલેટા સ્મશાન રોડ પર પાનની કેબીન પાસે બેસેલા આરોપી ગુલામ હુશૈન, સાજીદ, અને અજાણ્યા શખસો પૈકી ગુલામ હુશૈને ત્યાં બોલાવી બોલાચાલી કરવા લાગેલ.

સમયે રઝાકભાઈનાં ભત્રીજો સોયેલ આવતા તેણે બોલાચાલી કરવાની ના પાડતા ઉશ્કેરાઈને ગાળો ભાંડવા લાગ્યા હતાં. આથી રઝાકભાઈ તેના ભત્રીજા અને પુત્ર સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા જતા પાછળથી આ લોકોએ આવી ફરીયાદ કરવાની ના પાડતા ફરીયાદ કરી હતી. થોડીવાર બાદ ત્યાં રોકાયા હતા અને તેનો પુત્ર અને ભત્રીજો ઘરે ગયા હતાં. દરમિયાન તેના ભાઈએ રઝાકભાઈને ફોન કરીને ગુલામ હુશૈન સહિતના ઘરે માથાકુટ કરવા આવ્યા હોવાનું જણાવતા તેણે પોલીસને જાણ કરી ત્યાં મોકલતા આરોપીઓ જતા રહ્યાં હતાં. આરોપીઓએ ધોકા, પાઈપ વડે હુમલો કરી રિયાઝ અને શોયેબ સહિતને ઈજા કરી ધમકી આપી ભાગી ગયાનું જાણવા મળતા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સામાપક્ષે ગુલામહુશૈન બુખારી (..૪૦ રહે. સ્મશાન રોડ, ઉપલેટા) રઝાક ઉર્ફે બાવલો, રીઝવાન રઝાક, રીયાઝ, દિલાવર ઓસમાણ હિંગોરા, સોયેબ હિંગોરા સલીમ હિંગોરા, અકરમ દિલાવર, અમુ મેમણ અને શાહનવાઝ સલીમ હિંગોરા સામ કોંગ્રેસનાં સંયોજક હોદા બાબતે બોલાચાલી અને માથાકુટ કરી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુલામહુશૈન અને સાજીદ સૈયદ પર ધોકા, પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની ફરીયાદ નોંધવતા ઉપલેટા પોલીસે સામ સામે ગુનો દાખલ કરી બને પક્ષોના ૧૯ શખ્સોની ધરપકડ કરી હતી.

(3:19 pm IST)