Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

મોરબી-વાંકાનેરમાં બે દરોડા: ત્રણ શખ્શો દારૂ સાથે ઝડપાયા

રંગપરની સીમમાંથી પાસાદાર થતા બાઇકસવાર પાસેથી દારૂ મળ્યો

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા જેતપર રોડ પર રંગપર ગામની સીમમાંથી પસાર થતા શંકાસ્પદ મોટરસાયકલ નં જીજે ૧૩ એસ ૪૭૭૦ ને રોકી તલાશી લેતા ચાર બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૧૨૦૦ મળી આવતા પોલીસે દારૂ અને મોટરસાયકલ સહીત કુલ રૂ ૧૧,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી દીપક રામસંગભાઈ ઉધરેજા રહે હાલ રામવિલા સોસાયટી પીપળી અને કિશન બેચર રાઠોડ રહે ઇડીકા સિરામિક રંગપર વાળાને ઝડપી લીધા છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન લાકડધાર ગામેથી આરોપી રણછોડ કાળાભાઈ અણીયાળીરીયા (ઉ.વ.૩૨)રહે લાકડધાર વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮ કીમત રૂ ૨૪૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:01 am IST)