Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

મોરબી જીલ્લામાં ૪૫ કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું

        મોરબી જીલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓએ વિવિધ પ્રશ્નોના નિવારણ માટે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે

        મોરબી જીલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાર્ય કરતા કરાર આધારિત કર્મચારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જીલ્લા પ્રોજેક્ટ ઈજનેર, મદદનીશ જીલ્લા કો ઓર્ડીનેટર તેમજ મદદનીશ જીલ્લા કો ઓર્ડીનેટર સહિતના ૪૫ કર્મચારીઓ ફરજ બજાવે છે અને વર્ષ ૨૦૦૧ થી ડી પી ઈ પી ના નામથી અને પછી સર્વ શિક્ષા અભિયાન અને હાલ કેન્દ્ર સરકારની અંગભૂત યોજના તરીકે સમગ્ર શિક્ષા અભિયાન તરીકે કાર્યરત છે જે યોજનામાં ચાવીરૂપ કામગીરીનું સંચાલન કરનાર કરાર દ્વારા નિમણુક પામેલ કર્મચારીઓ વિવિધ શાખાના જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારણા સંબંધિત કામગીરીને ન્યાયિક રીતે અને લોકશાહીના આધારસ્તંભની બુનિયાદ તરીકે નવભારતના નિર્માણ તેમજ રાષ્ટ્રીય વિચારની કામગીરીના સૌ કર્મચારીઓ અન્ય શૈક્ષણિક પાયાના સહભાગી બને છે

        ત્યારે આવેદનમાં વિવિધ માંગણીઓ અંગે જણાવ્યું છે કે કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી, સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભો સરકારી કર્મચારીઓની જેમ મળી રહે અને અન્ય રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના પગાર કરતા ગુજરાત રાજ્યમાં પગાર ઓછો છે તે ઉપરાંત કેટલાક રાજ્યોમાં કર્મચારીઓને કાયમી નિમણુક આપવામાં આવી છે જેથી વિવિધ પ્રશ્ને યોગ્ય અમલવારી અને હકારાત્મક પરિણામ મળી રહે તેવી માંગ કરી છે 

(12:39 pm IST)