Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

મોરબીમાં ધોરણ ૧૦ વિજ્ઞાનના પેપરમાં ૧૭૮ વિદ્યાર્થી ગેરહાજર

     મોરબી:   મોરબીમાં ધોરણ ૧૦ ની પરિક્ષામાં આજે વિજ્ઞાનનું પેપર લેવાયું હતું જેમાં કુલ નોંધાયેલા ૪૧ દિવ્યાંગ બાળકો સહીત ૧૫૬૬૦ માંથી ૧૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૫૪૮૨ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

        જયારે ધોરણ ૧૨ માં સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાનનું પેપર અને વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપરમાં કુલ નોંધાયેલા ૩૧૪૬ વિદ્યાર્થીઓમાંથી ૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૩૧૧૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 

(12:38 pm IST)