Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીના માર્ગદશન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોઢિયાની સુચનાથી પી.એસ.આઈ. એ.બી.જાડેજા, પી.એમ.પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, રમેશભાઈ મીયાત્રા. વનરાજભાઈ ચાવડા અને અર્જુનસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર પાસે જુગાર રમતા જયેશભાઈ જયંતિભાઈ માંકાસણા, અરજણભાઈ પુંજાભાઈ દેથરીયા, લાભુભાઈ ભનાભાઈ મેમણીયા, અશોક ઉર્ફે કચો કાથળભાઈ પરમાર અને અબ્દુલભાઈ હાસમભાઈ કટીયાને રોકડ રકમ ૧૫,૮૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(12:38 pm IST)