Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

કોડીનારના અરણેજના શહીદ વીર જવાન જીતેન્દ્રભાઇ સોલંકીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

 કોડીનાર : અરણેજ ગામના છેલ્લા ૧૬ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ સોલંકીનું તાજેતરમાં દિલ્લીથી રાજસ્થાનના સુરજગઢ ખાતે બદલી થતા તેઓ ટ્રેન મારફત દિલ્લીથી સુરજગઢ જઇ રહ્યાં હતાં ત્યારે મુસાફરી દરમિયાન ટ્રેનમાં જ હાર્ટએટેકનો જીવલેણ હુમલો આવતા જીતેન્દ્રભાઇનું દુઃખદ અવસાન થતાં આજે તેમનો પાર્થિવદેહ રાજસ્થાનથી લઇને આર્મીના જવાનો તેમના વતન અરણેજ ગામે આવી પહોંચતા આજે બપોરના સુમારે ભારે આન બાન શાન સાથે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. જીતેન્દ્રભાઇનું પાર્થિવદેહ કોડીનાર સ્મશાનમાં લાવવામાં આવ્યું હતું. જયાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ફરજ દરમિયાન મૃત્યુ પામેલા આર્મીમેનની સ્મશાનયાત્રામાં કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા સહિતના રાજકીય અગ્રણીઓ અરણેજ ગામ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જીતેન્દ્રભાઇ સોલંકીના પરિવારમાં તેમની પત્ની કંચનબેન અને ર બાળકો છે. પુત્રી નિયતિ ૧૧ વર્ષ અને પુત્ર હર્ષિતકુમાર ૬ વર્ષના છે. જીતેન્દ્રભાઇએ તેમની ૧૬ વર્ષની નોકરી દરમિયાન દિલ્લી, જમ્મુ કાશ્મીર, વાઘા બોર્ડર, મણીપુર, ઉતરાંચલ, નેપાળ બોર્ડર સહિત ફરજ બજાવી છે અને ૧૬ વર્ષની ફરજ દરમિયાન ૩ મેડલ પણ મેળવેલ છે. (તસ્વીર-અહેવાલ : અશોક પાઠક-કોડીનાર)

(12:12 pm IST)