Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

રાપરના કુડા હાઇવે પર ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતા 20 મુસાફરો ઘાયલ

એક પેસેન્જરને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયો

 

રાપર તાલુકાના કુડા અને રામવાવ વચ્ચે બસ પલ્ટી ખાઈ જતા 20 મુસાફરોને ઇજા પહોંચી હતી

  કુડા ગામથી રાપર તરફ જતી પેસેન્જર બસના ચાલકે ગોલાઈ પાસે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી જઈને રોડની બાજુમાં નીચે ખાબકી હતી. જેને પગલે ૨૦ જેટલા મુસાફરોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે.એક મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટની હોસ્પિટલમાં જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મુસાફરોને બસમાંથી બહાર કાઢવા ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(12:47 am IST)