Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાવનગરમાં નવા ૩ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૮૬ કેસો પૈકી માત્ર ૨૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,  તા. ૧૦: ભાવનગર જિલ્લામા વધુ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૮૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૮૬ કેસ પૈકી હાલ ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૯૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:29 am IST)