Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મોરબીના નવા ધરમપુર ગામે બઘડાટી : અનેક ઘાયલ :સામસામી પોલીસ ફરિયાદ

પાણીની પાઈપલાઈન નાખવા મુદે બોલાચાલી બાદ બઘડાટી બોલી

મોરબીના નવા ધરમપુર ગામે પાણીની પાઈપલાઈન નાખવા મુદે બોલાચાલી બાદ બઘડાટી બોલી હતી જેમાં સામસામી મારામારીમાં બંને પક્ષે ઈજા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબીના નવા ધરમપુર ગામના જયસુખભાઈ મનજીભાઈ વઢલેકીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાબાપુ અને તેના દીકરા સાથે પાણીની પાઈપલાઈન નાખવા બાબતે બોલાચાલી કરી આરોપી રાહુલ વજાભાઇ રબારી, કિશોર પ્રેમજીભાઈ વઢલેકીયા, મહેશ બાબુભાઈ વઢલેકીયા, સુરેશ બાબુભાઈ વઢલેકીયા રહે બધા ધરમપુર વાળાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીએ પાઈપ વડે માર મારી ઈજા કરી છે તેમજ સાહેદ ચંદુભાઈને મારતા તેને પણ ઈજા કરી મનજીભાઈને પાઈપ વડે ઈજા કરી છરી બતાવી ડરાવતા હોય બધાએ ભેગા મળીને ગુન્હો કર્યો છે

જયારે સામાપક્ષે કિશોરભાઈ પ્રેમજીભાઈ વઢલેકીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ ચંદુભાઈ પ્રેમજીભાઈ વઢલેકીયા, જીજ્ઞેશ ચંદુભાઈ વઢલેકીયા, મનજીભાઈ પ્રેમજીભાઈ વઢલેકીયા અને જયસુખ મનજીભાઈ વઢલેકીયા રહે બધા નવા ધરમપુર વાળાએ પાણીની પાઈપલાઈન નાખવા બાબતે ખાર રાખીને ગાળો આપી ધમકી આપીને હાથમાં છરી મારી દઈને ઈજા કરી છે તેમજ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:09 am IST)