Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

હળવદ સ્મશાનમાં અંતિમક્રિયા માટે લાકડા મેળવવામાં મુશ્કેલી: લાકડાનો સ્ટોક અનિયમિત હોવાની બુમ:ચીફ ઓફિસરને આવેદન

હળવદ ખાતેના સ્મશાનગૃનમાં છેલ્લા ઘણા સમયથી અંતિમક્રિયા માટે લાકડાનો સ્ટોક અનિયમિત હોય જેથી લાકડા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જે મામલે શહેર યુવા ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે

હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવેએ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી અંતિમક્રિયા માટે ઉપયોગમાં લેવાતા લાકડા-છાણાનો સ્ટોક અનિયમિત જોવા મળે છે અને શબને સ્મશાનગૃહ લાવવામાં આવે છે ત્યારે લાકડાનો સ્ટોક હાજર ના હોવાથી નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

જેથી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં લાકડાના ગોડાઉનમાં લાકડા તેમજ છાણાનો સ્ટોક જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે સ્મશાન છાપરીમાં નિયમિત રીતે સફાઈ થાય અને સ્નાનાગૃહ પણ બંધ હાલતમાં હોઈ જે સર્વે પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે આ પ્રશ્નોના વહેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું હતું

(12:59 am IST)