Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

જામનગરની જી.જી.હોસ્પિટલમાં લીવર અને કિડનીનાં ટ્રાન્સપ્લાન્ટ માટે ઓર્ગન ડોનેટ

જામનગરઃ તસ્વીરમાં લીવર અને કિડનીના ટ્રાન્સપ્લાન્ટ માટેની તબીબી ટીમ તથા દેવીપૂજક પરિવાર નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરિયા-જામનગર)(૨-૩૨)

જામનગર, તા. ર૧ :.  જામનગરની જી.જી.હોસ્પિટલમાં લીવર અને કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ માટે ઓર્ગન ડોનેટ કરવામા આવ્યું છે.

મોટી ખાવડીના દિનેશ વાદ્યેલા નામના યુવાન શુક્રવારે અકસ્માતે સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દીનેશભાઈની આઇસીયુમાં સારવાર દરમ્યાન તેઓને બ્રેઇન ડેડ હોવાની જાણ થતાં દીનેશભાઈના ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના પરિવારને ઓર્ગન ડોનેટ માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રવિવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ટ્રાન્સપ્લાન્ટ માટે ખાસ ઓપરેશન હાથ ધરાયુ હતું. છ કલાકની જહેમત બાદ બ્રેઇન ડેડ હોવાનું ખુલ્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટથી જુદી-જુદી ત્રણ જિંદગીમાં લીવર અને બન્ને કિડનીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નંદિની બહારી, સર્જરી વિભાગના વડા અને ઓર્ગન ડોનેટ કમિટીના મેમ્બર ડો. સુધીર મહેતા, એનેસ્થેસિયા વિભાગના વડા ડો. વંદના ત્રિવેદી અને ડો. મિતા પટેલ, ફિઝિશિયન વિભાગના ડો.ભુપેન્દ્ર ગોસ્વામી, સર્જરી વિભાગના ડો.અમરીશ મહેતા દ્વારા અમદાવાદ થી ડો.સુરેશકુમાર અને તેમની ખાસ ટિમ દ્વારા અઢી થી ત્રણ કલાક ઓપરેશન દરમ્યાન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.(૨-

દેવીપૂજક પરિવારે નવી કેડી કંડારી

મોટી ખવડીમાં રહેતા દેવીપુજક પરિવારના દિનેશ નામના યુવાનનો શુક્રવારે અકસ્માત થયો હતો. માતા-પિતા અને બે ભાઈઓમાં મોટો દિનેશ હતો. દિનેશના લગ્ન બાદ બે દીકરા એક દીકરી હયાત છે. આ પરિવારે બ્રેઇન ડેડ થયા બાદ કઠોર મને ઓર્ગન ડોનેટ માટે તૈયાર થઈને અનોખી કેડી કંડારી છે. જામનગરમાં આવો ત્રીજો કિસ્સો નોંધાયો છે અને ગુજરાતમાં ધાર્મિક પ્રવૃતિમાં વધુ માનતા દેવીપૂજક પરિવારે નવી કેડી કંડારી છે.

(4:11 pm IST)