Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

હળવદમાં ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબી,તા.૧૦:જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે હળવદના ટીકરથી માનગઢ જવાના રસ્તેથી આરોપી રમજાન કરીમ રાજા (ઉ.વ.૩૦) રહે ટીકર સંધીવાસ હળવદ વાળાને ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી ટાઈપ બંદુક કીમત રૂ ૧૦૦૦ સાથે ઝડપી લઈને આર્મ્સ એકટ તથા જીપી એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એસઓજી ટીમના રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પરેશભાઈ પરમાર, રમેશભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ વાદ્યડીયા, ભરતસિંહ ડાભી, સતીષભાઈ ગરચર, સંદીપભાઈ માવલા રોકાયેલ હતા.

(1:15 pm IST)